Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ડીસ્કાઉન્ટ માટે ડખ્ખો

ઝોમેટોએ અસંખ્ય રેસ્ટોરન્ટ ગુમાવીઃ સમાધાનની તૈયાર

મુંબઈ તા.૧૯: રેસ્ટોરન્ટ માલિકો અને એગ્રીગેટર્સ વચ્ચે વધી ગયેલી તંગદિલી વચ્ચે ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ પ્લેટફોર્મ ઝોમેટોએ કહ્યું છે કે પોતે કરેલી ભૂલોને સુધારવા માટે તૈયાર છે. આ સાથે તેણે રેસ્ટોરન્ટ માલિકોને અપીલ કરી છે કે તેઓ ઝોમેટોને લોગ-આઉટ કરવાની એમની ઝુંબેશનો અંત લાવી દે.

 

ઈન્ટરનેટ એગ્રીગેટર્સ દ્વારા ગ્રાહકોને અપાતા વધુપડતા અને રેસ્ટોરન્ટ માલિકોને પરવડી ન શકે એવા ડિસ્કાઉન્ટના મામલે  દેશભરમાં અનેક મોટા શહેરોમાં ૧,૨૦૦થી વધારે રેસ્ટોરન્ટોએ ઓનલાઈન પ્લેટફોર્મ્સના ડાઈન-ઈન કાર્યક્રમોમાંથી પોતાને ડીલિસ્ટ કરી નાખ્યા છે. આ ઝુંબેશમાં મુંબઈ તથા પડોશના પુણે શહેરની અનેક હોટલ અને રેસ્ટોરન્ટના માલિકો જોડાયા છે.

ઝોમેટોના સ્થાપક દીપિન્દર ગોયલે અનેક ટ્વીટ્સ કરીને રેસ્ટોરન્ટ માલિકો સાથે સમાધાનની વાતો કરી છે. એમણે કહ્યું છે કે મને એ વાતનું દુઃખ થયું છે કે રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં મારા જેવા યુવાન ઉદ્યોજકો આટલી હદે દબાણનો અનુભવ કરી રહ્યા છે કે એમણે આવી ઝુંબેશ શરૂ કરવી પડી. અમે એક એવી કંપનીનું સર્જન કર્યું છે જે ગ્રાહકો પર તેમજ બિઝનેસ માલિકો ઉપર પણ વ્યાપક રીતે જોરદાર અસરનું નિર્માણ કરી શકે.

ઉલ્લેખનીય છે ઝોમેટોએ ઝોમેટો ગોલ્ડ નામે એક સ્કીમ શરૂ કરી છે, પણ એને કારણે દેશભરમાં અનેક રેસ્ટોરન્ટ પાર્ટનરો નારાજ થયા છે. એકલા પુણે શહેરમાં જ ૪૫૦ હોટલમાલિકો ઝોમેટો એપમાંથી લોગઆઉટ થઈ ગયા છે.

ઝોમેટોએ તેના ગ્રાહકો વધારવા માટે ઝોમેટો ગોલ્ડ સ્કીમ શરૂ કરી છે, જેમાં ગ્રાહકોને દ્યણી સવલતો આપી છે, પરંતુ રેસ્ટોરન્ટ માલિકો માટે એ મોંદ્યી સાબિત થઈ છે. ઝોમેટો ગોલ્ડ સ્કીમમાં દેશભરમાંથી ૧૦ લાખ લોકો જોડાયા છે.

ઝોમેટો ગોલ્ડ સ્ક્રીમનો ઉપયોગ કરનારાઓને હોટલ-રેસ્ટોરન્ટ્સમાં ફૂડ્સ અને ડ્રિન્કસ (શરાબ) લેનાર ગ્રાહકોને પહેલા બિલમાં ૫૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. પરંતુ ગ્રાહકો એક હોટલમાંથી ભોજન અને બીજી હોટલમાંથી ડ્રિન્કસ લઈને બેવડો લાભ ઉઠાવી રહ્યા છે. આને કારણે હોટલમાલિકોને આ યોજના બહુ મોંદ્યી પડી ગઈ છે.

આ સ્કીમમાં ઝોમેટોની શરતો અને નિયમોનું પાલન કરવાનું રેસ્ટોરન્ટ માલિકો માટે મુશ્કેલ બની ગયું છે.

માલિકોનું કહેવું છે કે ઝોમેટો દ્વારા એના સભ્યોને જે સુવિધા ઓફર કરાય છે એને કારણે ટેબલ રીઝર્વેશન સેવાઓને માઠી અસર પડી છે, પરિણામે એમના ધંધામાં નુકસાન ગયું છે.ઝોમેટો ગોલ્ડ મેમ્બરશિપ સ્કીમ અંતર્ગત ઝોમેટો એપ્લિકેશન-કંપની સભ્યોને એટલે કે ગ્રાહકોને ફૂડ અને ડ્રિન્કસ પર ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે. આ સ્કીમમાં ગ્રાહક ઓર્ડર આપે એટલે એને ડિસ્કાઉન્ટ મળે છે. હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોનાં રાષ્ટ્રીય સ્તરના એસોસિએશનનું કહેવું છે કે આ સ્કીમને કારણે એમને દ્યણું આર્થિક નુકસાન જાય છે. માટે જ રેસ્ટોરન્ટ માલિકો ઝોમેટો ગોલ્ડ, ઈઝી ડાઈનર અને ડાઈનઆઉટ ગૌરમેટ પાસપોર્ટ જેવા પ્લેટફોર્મ્સ પરથી લોગઆઉટ થઈ રહ્યા છે.

સેંકડો રેસ્ટોરન્ટ માલિકોએ લોગઆઉટ કરી દેતાં ઝોમેટોનાં માલિક અને સીઈઓ દીપીન્દર ગોયલે કબૂલ કર્યું છે કે એમનાથી ભૂલ થઈ છે. તેઓ હવે પ્રીમિયમ સબ્સક્રિપ્શન સ્કીમ ઝોમેટો ગોલ્ડમાં સુધારો કરાવશે. એક ટ્વીટમાં એમણે લખ્યું છે કે કયાંકને કયાંક અમારાથી ભૂલ થઈ છે. જે રીતે અમે પ્લાન કર્યો હતો એ પ્રમાણે બધું થયું નથી. અમારે માટે આ એક એલાર્મ છે. અમારે અમારા રેસ્ટોરન્ટ પાર્ટનર્સ માટે જેટલું કામ કર્યું છે એના કરતાં ૧૦૦ ગણું વધારે કરવાનું છે.

ગોયલનું કહેવું છે કે, અમે રેસ્ટોરન્ટ માલિકોને અનુરોધ કરીએ છીએ કે તેઓ લોગઆઉટ ઝુંબેશને અટકાવી દે. આવો, આપણે સાથે બેસીને ચર્ચા કરીએ અને એક સ્થાયી રસ્તો શોધી કાઢીએ.

પરંતુ રેસ્ટોરન્ટ માલિકોજોગ કરેલા શ્રેણીબદ્ઘ ટ્વીટ્સમાં દીપિન્દર ગોયલે ગ્રાહકો માટે બારગેન હન્ટર્સ શબ્દો વાપરતાં ગ્રાહકો પણ ભડકી ગયાં છે. દ્યણા યૂઝર્સે કહ્યું છે કે ગોયલે બારગેન હંટર્સ શબ્દો વાપરીને પોતાના જ ગ્રાહકોનું અપમાન કર્યું છે.

(10:29 am IST)
  • પૂછ-રાવલકોટ બસ સેવા સ્થગિત ;ચાકન દા બાગ ક્રોસિંગ પાસે 65 ટ્રક ફસાયા :પાકિસ્તાન કબ્જાગ્રસ્ત અને જમ્મુ કશ્મીર વચ્ચે દોડતી બસ પૈગામ એ અમન સ્થગિત :પાકિસ્તાનના ચાકન દા બાગ ગ (જમ્મુ કાશ્મીર )થી રાવલ કોટ (પાક,કબ્જાગ્રસ્ત કાશ્મીર )વચ્ચે ચાલતી આ બસ ફરી ક્યારે શરૂ થશે તેની કોઈ જાણકારી આવી નથી access_time 1:00 am IST

  • જમ્મુમાં ઇન્ટરનેટ બંધ હોવા છતાં ગિલાનીનું ટવિટર એકાઉન્ટ ચાલુઃ બીએસએનએલના બે અધિકારી ઉપર શંકાઃ ગિલાની ટિવટર પરથી સતત ભારત વિરોધી ટવીટ કરતા હતાં access_time 3:58 pm IST

  • હોંગકોંગમાં લોકતંત્ર સમર્થકોના જવાબમાં ચીન સમર્થક પ્રદર્શકારીઓની રેલી ;હોંગકોંગમાં લોકતંત્ર સમર્થક કાર્યકરો દ્વારા ફરીવાર મોટી માર્ચનું કરશે આયોજન access_time 12:58 am IST