Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

સિયોલમાં ત્રિરંગો તથા પીએમ મોદીના અપમાન કરતા પાકીસ્તાનીઓ સાથે સંઘર્ષમાં ઉતરી શાઝિયા ઈલ્મીઃ ભારે બોલાચાલી

અમારા પીએમ અને દેશનું અપમાન ન કરોઃ ઇલ્મી

સિયોલ, તા.૧૯: દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની વિરુદ્ઘ સૂત્રોચ્ચાર કરી રહેલાં પાકિસ્તાની સમર્થકો સાથે ભાજપના નેતા શાઝિયા ઈલ્મીની શાબ્દિક બોલાચાલી થઈ હતી. શાઝિયા ઈલ્મીએ કહ્યું કે, 'એક ભારતીયના રુપમાં અપમાનિત થઈને શાંતિપૂર્વક વિરોધ નોંધવવો જરુરી છે. હું અને અન્ય બે નેતા સિયોલમાં યૂનાઈટેડ પીસ ફેડરેશન કોન્ફરન્સમાં ભાગ લેવા ગયા હતાં. કોન્ફરન્સ બાદ અમે લોકો ભારતીય રાજદૂતને મળવા દૂતાવાસ ગયા હતાં.'

ભાજપ નેતા ઈલમીએ કહ્યું કે, હોટલ પરત ફરતા રસ્તામાં, અમે એક ભીડ દ્વારા પાકિસ્તાની ઝંડા લઈને આક્રમક વિરોધ પ્રદર્શન જોયું, ભીડ ભારત અને વડાપ્રધાન વિરુદ્ઘ સૂત્રોચ્ચાર કરી રહી હતી. મોટી સંખ્યામાં લોકો એ જોઈ રહ્યાં હતાં. ત્યારે મને લાગ્યું કે આ મારું કર્તવ્ય છે એમને કહું કે અમારા દેશ અને વડાપ્રધાનનો અનાદર ન કરો. તમે કલમ ૩૭૦ રદ કરવાથી સમસ્યા છે, જે સંપૂર્ણ રીતે એક આંતરિક મામલો છે અને તમારે એની સાથે કોઈ લેવડ-દેવડ નથી.

આ અંગેના એક વીડિયોમાં લોકોનો એક સમૂહ ભારત અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિરુદ્ઘ સૂત્રોચ્ચાર કરી રહ્યો છે.

(10:28 am IST)