Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

Google પર 'ભિખારી' લખતા દેખાય છે પાકિસ્તાની PM ઇમરાન ખાનનો ફોટો

ગુગલ સર્ચ એન્જિન પર ઇમરાન ખાનને 'ભિખારી'બતાવ્યા પછી લોકો સોશિયલ મીડિયા પર આ તસવીરને લઈને પાકિસ્તાન અને પાકિસ્તાનના વડાપ્રધાનની મજાક ઉડાવી રહ્યા છે

લંડન, તા.૧૯: જો તમે ગૂગલ સર્ચ એન્જિન પર 'ભિખારી' સર્ચ કરો છો, તો સર્ચ કરવા પર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની તસવીરો દેખાઈ રહી છે. ગૂગલની તસવીરોમાં દેખાતી આ તસવીરમાં તે હાથમાં બાઉલ લઈને નજરે પડે છે. જોકે આ તસવીર સંપાદિત છે અને તેમાં ઈમરાન ખાનને હાથમાં બાઉલ લઈને ભીખ માંગતો બતાવવામાં આવ્યો છે. તસવીરને એડિટ કરીને ઇમરાનને રસ્તા પર બેઠેલા ભિખારીની જેમ બતાવવામાં આવ્યો છે. ખરેખર, પાકિસ્તાન આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહ્યું છે અને વડાપ્રધાન ઇમરાન ખાન તેમાંથી બહાર નીકળવા માટે વિશ્વના દ્યણા દેશોની લોન લેવા પ્રવાસ કરી રહ્યો છે.

લોકો સોશિયલ મીડિયા પર આ તસવીર લઈને પાકિસ્તાન અને ઇમરાન ખાનની મજાક ઉડાવી રહ્યા છે. થોડા સમય પહેલા પાકિસ્તાનની સરકારી ટીવી ચેનલ પીટીવીએ 'બેગિંગ' વિવાદ બદલ માફી માંગી હતી. ખરેખર ઇમરાન ખાનના ભાષણના જીવંત ટેલિકાસ્ટ દરમિયાન 'બેઇજિંગ' ની જગ્યાએ શ્નઊંચ—ક્રત્ન—લૃ લખ્યું હતું. આ ભૂલ લગભગ ૨૦ સેકંડ સુધી રહી, ત્યારબાદ તેને દૂર કરવામાં આવી. ઇમરાન ખાનની ભીખારીની તસવીર આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

ખરેખર ગૂગલ સર્ચ એન્જિન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જયારે કોઈ શબ્દ ટાઇપ કરીને વારંવાર શોધવામાં આવે છે, ત્યારે સર્ચ એન્જિન તે કીવર્ડને લોકપ્રિયની કેટેગરીમાં સમાવે છે.

(10:27 am IST)