Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

પહલુ ખાન મામલો ;કોંગ્રેસની ગેહલોત સરકાર કરાવશે વસુંધરા સરકારની ભૂમિકાની તપાસ

તપાસ માટે મોનીટરીંગ સેલ બનાવાશે :

જયપુર : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે જણાવ્યુ હતું કે પહેલુ ખાન મામલે છેલ્લી સરકારે બેરદકારી રાખી છે તેના કારણે જ આરોપીઓ વિરૂદ્ધ કોઇ પ્રમાણ મળી શક્યુ નથી. અને તેઓ છૂટી ગયા છે. તેમણે કહ્યું કે હવે આ પ્રકારના મામલાઓની તપાસ માટે મોનિટરીંગ સેલ બનાવવામાં આવશે

રાજસ્થાનમાં પહેલું ખાનની મારમારીને હત્યા કરવાના મામલે ભાજપની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે. અશોક ગહેલોતે કહ્યું કે પહેલુ ખાનની હત્યા મામલે વસુંધરા રાજેના નેતૃત્વ વાળી છેલ્લી ભાજપની સરકારની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે.

અત્યારે આ મામલાની તપાસ SIT પાસે કરાવવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાન સરકારે આ નિર્ણય ત્યારે કર્યો કે જયારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને અલવરની નિચલી અદાલતના નિર્ણયને ચિંતાજનક જણાવ્યો હતો. આ અગાઉ અલવરની નિચલી અદાલતે 14 ઓગસ્ટના પહેલૂખાન મામલે 6 આરોપીઓને છોડી મૂકવામાં આવ્યાં છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે એક એપ્રિલ 2017ના પહલૂ ખાન પોતાના 2 દિકરા ઉમર અને તાહિરની સાથે જયપુરના પશુ બજારમાંથી પશુ ખરીદીને પોતાના ઘરે જઇ રહ્યા હતા. આ વચ્ચે રાજસ્થાનના અલવરના બહરોડ પુલિયાની પાસે ભીડે ગાડી રોકીને પહલૂ ખાન અને તેના દિકરાઓ સાથે મારપીટ કરી.હતી 

(12:00 am IST)