Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

પાકિસ્તાન ફરીવાર તખ્તાપલટ તરફ : સેના અને ઇમરાન વચ્ચે વધતું અંતર

સેના આતંકીઓને રાજનીતિમાં લાવવા ઇચ્છુક ;બાલાકોટઆમ હુમલો અને પાકિસ્તાનમાં 40 હજાર આતંકી હોવાની ઈમરાનની કબૂલાતથી સેના નારાજ

કરાચી  : પાકિસ્તાન ફરીવાર તખ્તાપલટ તરફ આગળ વધી રહયું છે એવા કેટલાય મુદાઓ છે જયારે ઇમરાનખાનના નિવેદનથી પાક,સેના નારાજ છે

  આતંકવાદને લઈને આંતર રાષ્ટ્રીય દબાણનો સામનો કરતા પાકિસ્તાન હવે વધુ એક તખ્તાપલટના આરે ઉભું છે પાકિસ્તાની સેના અને ઇમરાનખાન વચ્ચે અંતર વધતું દેખાય છે.અમેરિકાનો પ્રવાસ અને ભારત સંબંધોને લઇને કેટલાક મહત્વના મુદ્દે ઇમરાનખાન સાથે પાક,સેના સહમત નથી
 પાકિસ્તાની સેના 3ભારતમાં મોટાપાયે આતંકીઓની ઘુષણખોરી કરાવવા સતત કોશિશ કરે છે પરંતુ પાકિટસની સેનાની કઠપૂતળી કહેવાતા ઇમરાનખાનને કેટલીયે વાર દાવો કર્યો છે કે તેની સરકાર આતંકવાદીઓ પર કાર્યવાહી કરી રહી છે જેથી કરીને પાકિસ્તાની સેના ઇમરાનખાનથજી નારાજ છેદાયકા સુધી અલકાયદાના સુપ્રીમો ઓસામા બિન લાદેનને પોતાના દેશમાં છુપાવનાર પાકિસ્તાની સેનાની ઈરાદો સેનાના લોકોને રાજનીતિ મારફત મુખ્યધારામાં લાવવાબનો છે
  અત્રે ઉલ્લેખનીય છે કે
ઓક્ટોબર-2017માં પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે કહ્યું હતું કે તે સશસ્ત્ર દળના લોકોને રાજનીતિક પ્રક્રિયામાં લાવવા માટે એક વિશેષ યોજના પર કામ કરે છે ,એક યુરોપીય થિન્ક ટેન્ક એફસોસના લેખિત દસ્તાવેજ મુજબ ગફૂરનો હેતુ આતંકીઓ અને આતંકી સંગઠનને અંદરોઅંદર જોડીને તેને પાકિસ્તાનની મુખ્યધારા માં લાવવા માટે રાજનીતિક ક્ષેત્રમાં એક સકારાત્મક ભૂમિકા અપાશે
  તેનાથી વિપરીત ગતવર્ષે પાકિસ્તાનની સેનાની હેરાફેરીથી ચૂંટણી જીતીને પ્રધાન મંત્રી બનેલા ઇમરાનખાને તાજેતરમાં મજબૂરીમાં એવું નિવેદન આપ્યું કે પાકિસ્તાન સેનાના જનરલ તેના વિરુદ્ધ થઇ ગયા હતા,જે આતંકી સમુહોને પ્રશિક્ષણ આપે છે
  પહેલા તો અમેરિકાની યાત્રમાં ઇમરાને દુનિયા સામે કાબુલ કર્યું કે તેના દેશમાં અંદાજે 30 થી 40 હજાર આતંકી છે તેણે દાવો કર્યો કે તેની સરકાર દેશમાં જેહાદી સંસ્કૃતિને ખતમ કરવાની કોશિશ કરી રહી છે
બીજીતરફ તાજેતરમાં પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે ઇમરાન એ પણ કાબુલી લીધું છે કે ભારતે ગુલામ કાશ્મીરમાં બાલાકોટથી પણ મોટો હુમલો કરવા યોજના બનાવી છે પાકિસ્તાની સેનાને એ વાતની પુરી જાણકારી છે,અમારી જાણકારી મુજબ ભારતની વધુ ભયાનક યોજના છે
 ઈમરાનની આ કબૂલાતથી પાક,સેના નારાજ છે કારણ કે પાક,સેના હંમેશા એ વાતનો ઇન્કાર કરે છે કે બાલાકોટ હવાઈ હુમલામાં ભારતને કોઈ સફ્રળતા મળી હતી ભારતીય હુમલાને નિષ્ફ્ળ સાબિત કરવા પાકિસ્તાની સેનાએ વિદેશી પત્રકારોને પણ હુમલા સ્થળે લઇ ગયાનું નાટક કર્યું હતું અને દાવો કર્યો હતો કે હુમલામાં કોઈ જાનમાલને નુકશાન પહોંચ્યું નથી જયારે ભારતીય વાયુસેનાએ કહ્યું હતું કે બાલાકોટ સ્થિત આતંકી શિબિર પર સ્ટીક નિશાન હતું અને ઓછામાં ઓછા 200 આતંકી માર્યા માર્યા ગયા છે

(12:00 am IST)