Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે વરસાદથી વ્યાસ નદીમાં ઘોડાપુર :ભુસખ્લન :તમામ શાળા કોલેજોમાં રજા જાહેર

પતલિકલ ગામ પાસે પહાડ નદીમાં ધોવાયો :લોકોને કિનારે નહિ જવા તાકીદ

હિમાલચ પ્રદેશના કુલ્લુમાં ભારે વરસાદથી વ્યાસ નદીમાં પૂર આવ્યુ છે.  નદી કિનારના વિસ્તારમાં આવેલા પર્વત પર ભુસ્ખલનની ઘટના સામે આવી છે. કુલ્લુના પતલીકલ ગામ પાસે પહાડ નદીમાં ધોવાઈ ગયો હતે. જોકે, ભૂસખ્લનની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.
કુલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે.જેથી વ્યાસ નદી બે કાંઠે વહી રહી છે. મૂશળધાર વરસાદને કારણે શિમલા, સિરમૌર, અને કુલ્લુમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સોમવારે રજા જાહેર કરી દેવાઈ છે. તમામ સરકારી, ખાનગી અને કોન્વેન્ટ સ્કૂલ, યુનિવર્સિટી, કોલેજ, આઈટીઆઈ, પોલીટેકનીક, અને આંગણવાડી બંધ રહેશે. લોકોને પણ નદી-નાળાના કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે.

(12:00 am IST)