Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ઇન્કમટેક્સ સરચાર્જ પરત ખેંચાય તેવી પ્રબળ શક્યતા

એલટીસીજીમાં ફેરફાર કરવા માટેની માંગણી : જુદા જુદા સેક્ટરોમાં જીએસટી રેટમાં ઘટાડો કરવા માંગ

મુંબઈ, તા. ૧૮ : સુપર રિચ ઉપર ઇન્કમટેક્સ સરચાર્જ જેવા બજેટમાં જાહેર કરવામાં આવેલા જુદા જુદા પગલા પરત ખેંચવા માટે ભારતીય કંપનીઓ દ્વારા માંગ કરવામાં આવ્યા બાદ મોદી સરકાર ઉપર દબાણ વધી રહ્યું છે. જીઓજીત ફાઈનાન્સિયલ સર્વિસના રિસર્ચ વડા વિનોદ નાયરે કહ્યું છે કે, વૈશ્વિક મુદ્દા એ વખતે છોડી શકાય નહીં જ્યારે સ્ટીમ્યુલસ પેકેજની આશા ઉજ્જવળ બનેલી છે. સરકાર દ્વારા નબળા ફિસ્કલ કંડીશનના આંકડા રજૂ કરવામાં આવ્યા બાદ મર્યાદિત પગલાઓથી બજારમાં હકારાત્મક અસર થશે નહીં. જો કે, વર્તમાન એલટીસીજીમાં કોઇ ફેરફારની અસર થઇ શકે છે.

         આ ઉપરાંત એફપીઆઈ માટે સુપરરિચ ટેક્સને લઇને ફેરફાર કરવાની સ્થિતિમાં રાહત આપવામાં આવી શકે છે. વધુમાં લિક્વિડીટીમાં વધારો કરવા તરફ વધુ રેટકાપ દોરી શકે છે. માર્કેટમાં મંદીને દૂર કરવા માટે સરકાર દ્વારા એલટીસીજીમાં ચોક્કસપણે ફેરફાર થવા જોઇએ. સાથે સાથે સુપરરિચ ઉપર સરચાર્જને પણ દૂર કરવાની દિશામાં પહેલ કરવી જોઇએ. માર્કેટમાં હાલમાં જોરદાર મંદી હોવાની સ્થિતિમાં સરકાર ઉપર દબાણ વધી રહ્યું છે અને પેકેજ જાહેર થઇ શકે છે.

(12:00 am IST)