Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

12 નવેમ્બરથી WhatsApp માં ડીલીટ થઇ જશે ચેટ, ફોટો અને વિડિઓ

WhatsApp અને ગૂગલ વચ્ચે એગ્રીમેન્ટ મુજબ બેકઅપ ગૂગલ ક્લાઉડ સ્ટોરેજનું સ્પેસ નહી લે

નવી દિલ્હી :હવે 12મી નવેમ્બર પછી વોટ્સએપ્પમાંથી ચેટ,ફોટો એન વિડિઓ ડીલીટ થઇ જશે WhatsAppનું નવું અપડેટ ચેટ બેકઅપ લેવા માટેની રીત પૂરી રીત બદલવાની છે. અત્યાર સુધી WhatsAppનું બેકઅપ લેવા માટે ગૂગલ ડ્રાઈવનો સહારો લેવો પડતો હતો. હવે બેકઅપ માટે લગભગ ગૂગલ ડ્રાઈવની જરૂરત નહી પડે.

WhatsAppની પેરેન્ટ કંપની ફેસબૂક અને ગૂગલ વચ્ચે એક ડીલ થઈ હતી, જેથી યૂઝર WhatsApp બેકઅપ પોતાના પર્સનલ એકાઉન્ટમાં રહીને ફ્રીમાં લઈ શકતા હતા. WhatsApp અને ગૂગલ વચ્ચે એગ્રીમેન્ટ પ્રમાણે 12 નવેમ્બરથી WhatsAppનું બેકઅપ ગૂગલ ક્લાઉડ સ્ટોરેજનું સ્પેસ નહી લે. ત્યારબાદ WhatsApp મીડિયા, ટેકસ્ટ અને મેમા સહિત દરેક પ્રકારનો ડેટા ગૂગલ એકાઉન્ટ પર ઓટોમેટિક બેકઅપ થશે.
તમને જણાવી દઈએ કે, નવેમ્બરમાં WhatsAppના અપડેટ થવાના કારણે જુનું તમામ WhatsApp બેકઅપ (ફોટો, ચેટ, વીડિયો), જેને એક વર્ષથી અપડેટ નથી કર્યા, તેને ડિલીટ કરી દેવામાં આવશે. તો 12 નવેમ્બર પહેલા સુનિશ્ચિત કરી લો, અને ડેટા બેકઅપ લઈ લો. કંપની તરફથી યૂઝર્સને બેકઅપ લેતા સમયે ફોનને વાઈફાઈથી કનેક્ટ કરવાની સલાહ આપી છે, કારણ કે બેકઅપ ફાઈલ સાઈઝમાં અલગ હોય છે, અને ડેટા ખપત કરીએ છીએ જેથી તમને એકસ્ટ્રા ડેટા માટે પૈસા લાગી શકે છે.

(9:46 pm IST)