Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

૧૦મીથી ગીતાંજલિ, એમટેક ઓટોમાં કારોબાર બંધ રહેશે

ધારાધોરણને લઇને તકલીફ ઉભી થતાં નિર્ણય : ફાઈનાન્સિયલ પરિણામોને લઇ નવી દુવિધા ઉભી કરાઈ નવ કંપનીઓમાં ટ્રેડિંગ બંધ રાખવાના નિર્ણયથી ચર્ચાઓ

મુંબઈ, તા. ૧૯ : અગ્રણી એક્સચેંજ બીએસઈ અને એનએસઈ દ્વારા ફ્રોડ આરોપી મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સ સહિત નવ જેટલી કંપનીઓના શેરના કારોબારને ૧૦મી સપ્ટેમ્બરથી બંધ રાખશે. ફાઈનાન્સિયલ રિઝલ્ટની રજૂઆત સાથે સંબંધિત ધારાધોરણ પાળવામાં નિષ્ફળ રહેવા બદલ કારોબારને સસ્પેન્ડ રાખવામાં આવનાર છે. એક્સચેંજ તરફથી આ અંગેની માહિતી આપી દેવામાં આવી છે. બીએસઈના કેસમાં તારીખ ચોથી સપ્ટેમ્બર છે જ્યારે એનએસઈના સંદર્ભમાં તારીખ ૫મી સપ્ટેમ્બર રહી છે. બંને એક્સચેંજ સાથે મળીને ગીતાંજલિ, આમટેક ઓટો, રેરોલ, પનરોમિકમાં કારોબારને બંધ રાખશે જ્યારે બીએસઈ દ્વારા થાંભી મોર્ડન સ્પિનિંગ મિલ્સ, ઇન્ડો-પેસિફિક પ્રોજેક્ટ, હરિયાણા ફાઈનાન્સિયલ કોર્પોરેશન, નોબલ પોલીમર્સ અને સમૃદ્ધિ રિયાલીટીમાં કારોબારને બંધ રાખનાર છે. નવ કંપનીઓમાં કારોબારને ૧૦મી સપ્ટેમ્બરથી બંધ રાખવામાં આવનાર છે.

(7:29 pm IST)