Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

માછલી વેચતી આ છોકરીએ હવે કેરળમાં રાહત માટે 1,50 લાખ આપ્યા

અભ્યાસ ખર્ચ અને ઘર ચલાવવા માછલી વેચતી આ છોકરી સોશ્યલ મીડિયામાં ખુબ ટ્રોલ થઇ હતી

કેરળમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવાયુ છે છેલ્લા 100 વર્ષમાં વર્ષનો વરસાદ સૌથી ખતરનાક છે. બધાની વચ્ચે કેરળના કોચીમાં રહેનારી 21 વર્ષની વિદ્યાર્થી સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ છે. પોતાના અભ્યાસ અને પરિવારની જરૂરિયાતો માટે માછલી વેચવા માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થયેલી વિદ્યાર્થી હનાન હામિદે પૂરગ્રસ્ત કેરળના મુખ્યમંત્રી આપદા રાહત કાર્યમાં 1.5 લાખ રૂપિયાનું દાન કર્યું છે.

  ડોનેશન અંગે હનાન જણાવે છે કે, 'મારા અભ્યાસ માટેના સંઘર્ષને સોશિયલ મીડિયા પર શેર કર્યા પછી મને કેટલાક લોકોએ આર્થિક રીતે મદદ કરી હતી. કુલ દોઠ લાખ રૂપિયા ભેગા થયા હતાં. પૈસા મને લોકોએ આપ્યાં હતાં. હવે લોકોને જરૂર છે તો તેમને આપીને હું ઘણી ખુશ છું અને સારું અનુભવું છું.

   થોડા દિવસો પહેલા કેરળના કોચીમાં રહેતી કોલેજની વિદ્યાર્થિની સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. માછલી વેચીને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. વિદ્યાર્થિની ત્યારે ચર્ચામાં આવી કે જ્યારે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં આવી. તેમાં તે કોલેજ યુનિફોર્મમાં માછલી વેચતી જોવા મળી હતી. તે પછી સોશિયલ મીડિયામાં તેના વિશે સામસામી ટિપ્પણીઓ થવા લાગી. કેટલાક લોકોએ તેની પ્રશંસા કરી તો કેટલાકે કહ્યું કે તસવીરો ફિલ્મની છે, જ્યારે કેટલાંક લોકોએ ખૂબ ખરાબ ટિપ્પણીઓ કરીને હનાનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી. ત્યારબાદ હનાને બાબતે ખુલાસો કર્યો કે તે ઘર ચલાવવા માટે માછલી વેચે છે. ત્યારે કેરળ સરકાર તેની મદદે આવી અને પોલીસને કડક પગલાં લેવાના આદેશ આપ્યા. પોલીસે મામલે વાયાનંદથી એક યુવાનની ધરપકડ પણ કરી હતી. જેણે હનાન વિરુદ્ધ ભદ્દી કોમેન્ટ કરી હતી.

(5:38 pm IST)