Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

કોંગ્રેસ રાફેલ સોદાના મુદ્દાને ચગાવશે :50 નેતાઓ 100 શહેરોમાં પ્રેસ કોન્ફ્રન્સ કરશે :છ સભ્યોની ટીમ બનાવાઈ

નવી દિલ્હી :લોકસભા ચૂંટણી અને કેટલાક રાજ્યોમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે રાફેલ સોદા મામલાને ફરીથી ઉછાળીને મોદી સરકાર અને ભાજપને ઘેરવાની મોટી રણનીતિ તૈયાર કરી છે.

 કોંગ્રેસના 50 નેતા 100 શહેરોમાં મોદી સરકાર વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરશે. રાફેલ વિમાન સૌદામાં કથિત ગેરરીતિને લઈને મોદી સરકાર વિરુદ્ધ દેશભમાં પ્રેસ કોન્ફરન્સ કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છ સભ્યોની ટીમની પણ રચના કરી છે.

   કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયપાલ રેડ્ડીને આ ટીમના પ્રમુખ બનાવાયા છે. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ છેલ્લા કેટલાક સમયથી રાફેલ સોદાને લઈને મોદી સરકાર પર સતત હુમલો કરી રહી છે.

 રાહુલ ગાંધીએ સંસદમાં પણ રાફેલ મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણે સ્પષ્ટતા કરવી પડી હતી. જોકે તેમ છતાં કોંગ્રેસ સંતુષ્ટ નથી. અને તેમની પર ખોટું બોલ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

(1:09 pm IST)