Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

અમેરિકા, બ્રિટન અને યૂરોપિયન યુનિયને ચીન ઉપર મોટા સાઈબર હુમલાનો આરોપ લગાવ્યો

આ હુમલો માઈક્રોસોફ્ટ એક્સચેન્જ સર્વર કરાયો જેનાથી દુનિયાભરમાં ઓછામાં ઓછા 30 હજાર સર્વર પ્રભાવિત થયા

નવી દિલ્હી : અમેરિકા, બ્રિટન અને યૂરોપિયન યુનિયને સોમવારે ચીન ઉપર એક મોટા સાઈબર હુમલાનો આરોપ લગાવ્યો છે. આ હુમલો માઈક્રોસોફ્ટ એક્સચેન્જ સર્વર પર કરવામાં આવ્યો હતો જેનાથી દુનિયાભરમાં ઓછામાં ઓછા 30 હજાર સર્વ પ્રભાવિત થયા હતા

બ્રિટને આ હુમલાને લઈને ચીન સરકાર દ્વારા સમર્થિત પક્ષોને જવાબદાર ઠેરવ્યા છે. જ્યારે યૂરોપીયન સંઘે કહ્યું છે કે, આ હુમલો “ચીની ક્ષેત્ર”થી કરવામાં આવ્યો છે.

ચીનની મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ સિક્યોરિટી ઉપર પણ વ્યાપક જાસૂસી ગતિવિધોઓને અંજામ આપવા અને દુસ્સાહસ ભર્યું વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે.

ચીન આનાથી પહેલા પણ હૈકિંગનો આરોપોના ફગાવતું રહ્યું છે. ચીન કહે છે કે, તે બધી જ રીતના સાઈબર અપરાધો વિરૂદ્ધ છે.

 

અમેરિકા અને બ્રિટન પહેલા પણ બીજા દેશો દ્વારા કરવામાં આવતા સાઈબર હુમલાઓ વિરૂદ્ધ ખુલ્લીને સામે આવતા રહ્યાં છે.પરંતુ આ મામલે યૂરોપિયન સંઘ દ્વારા ચીનનું નામ લેવામાં આવ્યું છે જે તે બતાવે છે કે હેકિંગની આ ઘટનાને કેટલી ગંભીરતાથી લેવામાં આવી છે.

પશ્ચિમી દેશોના ગુપ્ત અધિકારીઓ અનુસાર, ચીનનો વ્યવહાર ખુબ જ ગંભીર હતો અને આવો વ્યવહાર આનાથી પહેલા ક્યારેય જોવા મળ્યો નથી.

બ્રિટનમાં નેશનલ સાઈબર સિક્યોરિટી સેન્ટરે 70થી વધારે પ્રભાવિત સંસ્થાઓને તેમની વિશેષ સ્થિતિ અનુરૂપ સૂચનો આપ્યા છે જેથી તેઓ હુમલાઓનો સામનો કરી શકે.

યુરોપિયન યુનિયનએ પણ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, આ ગેરવાજબી વલણ અને નુકસાનકારક વર્તનને કારણે ઇયુની સરકાર અને ખાનગી સંસ્થાઓને આર્થિક નુકસાન થયું છે.

(11:50 pm IST)