Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

રાહુલ ગાંધી, PK, વાયરોલોજિસ્ટ ગગનદીપ કાંગ, અશ્વિની વેષ્ણ પણ લિસ્ટમાં : પેગાસસ પ્રોજેક્ટના ચોંકાવનારા ખુલાસા

રાહુલ ગાંધીને પણ સંભાવિત સર્વિલાંસ ટાર્ગેટ લિસ્ટમાં બે વખત નાંખવામાં આવ્યા: અસહમતિ વ્યક્ત કરનારા ચૂંટણી કમિશનરની પણ જાસૂસી?

નવી દિલ્હી : પેગાસસ પ્રોજેક્ટ અત્યાર સુધીના સૌથી મોટા નામ સામે આવી ચૂક્યા છે. દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ સંભાવિત સર્વિલાંસ ટાર્ગેટ લિસ્ટમાં બે વખત નાંખવામાં આવ્યા હતા.

 ધ ગાર્ડિયનના સમાચાર અનુસાર, ગાંધીના બે નંબરોને સંભાવિત સર્વિલાન્સ માટે પસંદ કરવામાં આવ્યો હતો. પેગાસસ જાસૂસી લિસ્ટમાં રાહુલ ગાંધી ઉપરાંત રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્તીજા અભિષેક બેનર્જી, ચૂંટણી પંચના પૂર્વ અધિકારી અશોક લવાસા અને વાયરોલોજિસ્ટ ગગનદીપ કાંગનું નામ પણ સામેલ છે. ચૌંકાવનારા બે નામ છે મોદી સરકારના બે કેબિનેટ મંત્રીઓના- અશ્વની વેષ્ણવ અને પ્રહ્લાદ સિંહ.

 ગાર્ડિયનના સમાચાર કહે છે કે, 2019ની લોકસભાની ચૂંટણીથી પહેલા અને તેના કેટલાક મહિનાઓ પછી રાહુલ ગાંધીના બે નંબર આ લિસ્ટમાં નાંખવામાં આવ્યા હતા. તે ઉપરાંત ગાંધીના ઓછામાં ઓછા પાંચ નજીકના મિત્રો અને કોંગ્રેસના અનેક નેતાઓના ફોન પણ સંભાવિત ટાર્ગેટ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

જોકે, લિસ્ટમાં નામ હોવાનો અર્થ તે નથી કે ફોન હેક થયો હતો. તેના માટે ફોરેન્સિક એનાલિસિસની જરૂરત છે, જે ગાંધીના ફોન પર થઈ શક્યું નહીં. ગાર્ડિયને જણાવ્યું કે, રાહુલ પોતાના ફોનને કેટલાક મહિનાઓમાં બદલી નાંખે છે.

રાહુલ ગાંધીએ ગાર્ડિયનને કહ્યુ કે. મારી કે કોઈપણ વિપક્ષી નેતાની આવી રીતની ટાર્ગેટેડ સર્વિલાંસ ગેરકાયદેસર અને ખેદજનક છે.

રાહુલ ગાંધીએ કહ્યું- “જો તમારી જાણકારી સાચી છે અને જેવી રીતનું સર્વિલાન્સનું સ્તર બતાવવામાં આવ્યું છે, તે લોકોની પ્રાઈવશી પર હુમલો છે. લોકશાહીના પાયા ઉપર હુમલો છે. આની વ્યવસ્થિત રીતે તપાસ થવી જોઈએ અને જવાબદાર લોકોની ઓળખ કરીને સજા આપવી જોઈએ.”

 રાહુલ ગાંધીના ફોનનું ફોરેન્સિક એનાલિસિસ થઈ શક્યું નહતું, પરંતુ પ્રશાંત કિશોર સાથે એવું નહતું. ગાર્ડિયને જણાવ્યું કે, 14 જૂલાઈએ કિશોરના ફોનનું એનાલિસિસ થયું અને પુષ્ટિ થઈ કે તેને પેગાસસથી હેક કરવામાં આવ્યો છે.

એમ્નેસ્ટી સિક્યુરિટી લેબના પરીક્ષણમાં જાણવા મળ્યું કે એપ્રિલમાં ફોનમાં પેગાસસના પુરાવા પણ મળ્યા છે. આ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી વચ્ચેનો સમય હતો. આનો અર્થ તે થયો કે કિશોરના ફોન કોલ, ઈમેલ અને મેસેજ ચૂંટણી દરમિયાન મોનિટર કરવામાં આવી રહ્યાં હતા.

પ્રશાંત કિશોરે પરિણામોને નિરાશાજનક ગણાવ્યા છે. કિશોરે કહ્યું, જે લોકોને હેકિંગ કરી હતી, તેઓ અવેધ જાસૂસીની મદદથી ખોટા ફાયદાઓ ઉઠાવવા માંગતા હતા

નવા ખુલાસાઓની ખાસ વાત તે છે કે, આમાં વિપક્ષી નેતાઓષ NGOથી લઈને સામાન્ય વ્યક્તિઓ સુધીના નામ છે. આનો અર્થ તે થયો કે જાસૂસી માટે પસંદ કરેલા નામોમાં માત્ર નેતા અથવા અધિકારી નહીં પરંતુ પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવનાર મહિલા અને તેના પતિનું નામ પણ સામેલ છે.

કોરોના વાયરસ મહામારીમાં વેક્સિન અને વેરિએન્ટ પર દેશને જાણકારી આપનાર વાયરોલોજિસ્ટ ગગનદીપ કાંગને પણ છોડવામાં આવ્યા નથી. કાંગને સંભાવિત સર્વિલાન્સ માટે 2018માં પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે તેઓ નિપાહ વાયરસ વિરૂદ્ધ લડાઈમાં મદદ કરી રહ્યાં હતા.

લીક થયેલા ડેટામાં હરિ મેનનું નામ પણ છે, જે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના ભારતમાં પ્રમુખ હતા. તે ઉપરાંત ફાઉન્ડેશનના અન્ય કર્મચારીઓની 2019ના મધ્યમાં હેકિંગ કરવામાં આવી હતી.

સ્ટમાં સૌથી ચૌંકાવનાર નામ મોદી સરકારના બે કેબિનેટ મંત્રીઓના છે. કેબિનેટ મંત્રી પ્રહ્લાદ સિંહ પટેલ સાથે જોડાયેલા ડઝનથી પણ વધારે લોકોને પણ સર્વિલાન્સ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં તેમના પરિવારના સભ્ય, એડવાઈઝર અને કૂક, ગાર્ડનર જેવા ખાનગી સ્ટાફ પણ સામેલ છે. આ નામ 2019માં જોડવામાં આવ્યા હતા.

વર્તમાન કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વેષ્ણવને 2017માં સંભાવિત સર્વિલાન્સ ટાર્ગેટમાં મૂકાયા હતા. હવે વેષ્ણવનું કામ ડિજિટલ સર્વિલાન્સને રેગ્યુલેટ કરવા સાથે જ જોડાયેલું છે.

2019 લોકસભા ચૂંટણી દરમિયાન ત્રણ સભ્યોવાળા ચૂંટણી આયોગમાં એક ચૂંટણી કમિશ્નરે કહ્યું હતુ કે, વડાપ્રધાન મોદીએ કેમ્પેનિંગ દરમિયાન આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. આ ચૂંટણી કમિશ્નર અશોક લવાસા હતા. લવાસાના અન્ય સભ્યો સાથે અસહ્મતિ વ્યક્ત કરવાના કેટલાક સમય પછી તેમને સંભાવિત સર્વિલાંસ ઉપર મૂકી દેવામાં આવ્યા હતા. પેગાસસ પ્રોજેક્ટના નવા ખુલાસાઓમાં આ જાણકારી સામે આવી છે.

જોકે, લવાસાના ફોનનું ફોરેન્સિક એનાલિસિસ થઈ શક્યું નથી, જેનાથી તે પુષ્ટિ થઇ શકી નથી કે તેમના ફોનમાં અસલમાં હેક થયો છે કે નહીં.

લવાસા ઉપરાંત ડેમોક્રેસી વોચડોગ એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના કો- ફાઉન્ડર જગદીપ છોકરનું નામ પણ આ લિસ્ટમાં જોડવામાં આવ્યું હતું.

(11:33 pm IST)