Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

રાહુલ ગાંધી સહિતનાની જાસૂસીના હેવાલથી કોંગ્રેસ લાલઘૂમ : કહ્યું ગૃહમંત્રીને સસ્પેન્ડ કરો

જાસૂસી કરાવવો દેશદ્રોહ નથી અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત નથી તો શું છે?

ઇઝરાયલના પેગાસસ સોફ્ટવેર દ્વારા ફોન ટેપિંગનો રિપોર્ટ આવ્યા બાદ વિવાદ થયો છે. કોંગ્સેસે પણ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે સરકાર લોકતંત્ર સાથે રમી રહી છે, તેમણે એમ પણ કહ્યુ કે ભાજપે હવે પોતાનું નામ બદલીને ભારતીય જાસૂસ પાર્ટી રાખી લેવુ જોઇએ.

કોંગ્રેસે મોદી સરકાર પર રાહુલ ગાંધીની જાસૂસી કરાવવાનો આરોપ પણ લગાવ્યો છે. કોંગ્રેસે એમ પણ કહ્યુ કે માત્ર રાહુલ ગાંધી જ નહી પણ વિપક્ષના બીજા નેતાઓની પણ જાસુસી કરાવવામાં આવી છે. રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે રાહુલ ગાંધીની, તેમના સ્ટાફ અને ખુદ કેબિનેટના મંત્રી, પત્રકાર અને એક્ટિવિસ્ટોની પણ જાસૂસી કરાવવામાં આવી છે, શું આ ઉગ્રવાદ વિરૂદ્ધ લડાઇ છે?

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીએ જાસૂસી કાંડ સામે આવ્યા બાદ ગૃહમંત્રી અમિત ભાઈ  શાહના રાજીનામાની માંગ કરી છે. કોંગ્રેસે કહ્યુ કે ગૃહમંત્રીને બર્ખાસ્ત કરી દેવા જોઇએ.

 

કોંગ્રેસે સવાલ પૂછયા હતા કે શું ભારતમાં મુખ્ય ચૂંટણી અધિકારી, રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતા, કેબિનેટ મંત્રી, પત્રકારો, એક્ટિવિસ્ટની જાસૂસી કરાવવો દેશદ્રોહ નથી અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત નથી તો શું છે?

 શું 2019ની લોકસભા ચૂંટણી પહેલા મોદી-શાહ જાસૂસી કરાવી રહ્યા હતા?

ભારત સરકારે ઇઝરાયલી સોફ્ટવેર ક્યારે ખરીદ્યુ? તેની પરવાનગી પીએમ મોદી અથવા  શાહે આપી? તેની પાછળ કેટલો ખર્ચ થયો?

2019થી 2021 વચ્ચે મોદીજીને જાણકારી હતી તો તમે અને ગૃહમંત્રી શાહ ચુપ કેમ રહ્યા?

દેશમાં આંતરિક સુરક્ષાના જવાબદાર અમિત શાહ છે તો શું અમિત શાહને બર્ખાસ્ત કેમ ના કરવા જોઇએ?

શું વડાપ્રધાનની ભૂમિકાની તપાસ ના થવી જોઇએ?

(7:03 pm IST)