Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

અદાણી ગ્રુપને ઝટકો અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓની DRI અને સેબી દ્વારા તપાસ ચાલુ

આ કંપનીઓની નાણાકીય નિયમન સંબંધિત તપાસની સંસદમાં ઘોષણા પછી અદાણી જૂથના શેર્સ ઘટ્યા

અદાણી ગ્રુપને ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીએ સંસદને જણાવ્યુ કે અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓની તપાસ DRI અને સેબી દ્વારા કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ કંપનીઓની નાણાકીય નિયમન સંબંધિત તપાસ ચાલી રહી છે. સંસદની ઘોષણા પછી અદાણી જૂથના શેર્સ ઘટ્યા છે.

રાત્રે 11.12 વાગ્યે અદાણી પોર્ટ 2.45 ટકા, અદાણી ગ્રીન એનર્જી 3.53 ટકા, અદાણી એન્ટરપ્રાઇજ 3 ટકા, અદાણી ટ્રાન્સમિશન 1,75 ટકા, અદાણી ટોટલ ગેસ 5 ટકા અને અદાણી પાવર 3.55 ટકા નીચે આવી ગયુ છે.

કેન્દ્રમાં મોદી સરકારના મંત્રીમંડળમાં તાજેતરમાં જ કેટલાક બદલાવ થયા છે. કિશન રાવ અને પંકજ ચૌધરીને કેન્દ્રીય નાણા મંત્રીનો પ્રભાર આપવામાં આવ્યો છે. આ પહેલા અનુરાગ ઠાકુર પાસે આ મંત્રી પદ હતું.

હવે અનુરાગ ઠાકુરને રમત અને પ્રસારણ મંત્રાલયનો પ્રભાર આપવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીએ સંસદમાં જણાવ્યુ કે અદામી ગ્રુપની કેટલીક કંપનીઓની તપાસ ચાલી રહી છે. સેબી અને ડીઆરઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

 

ગત મહિને એક અંગ્રેજી અખબારમાં એવા સમાચાર આવ્યા હતા કે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ (NSDL)એ ત્રણ વિદેશી ફંડના એકાઉન્ટ પર રોક લગાવી દીધી છે. આ ફંડોએ અદાણી ગ્રુપની કંપનીઓમાં 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે, જેને કારણે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો થયો છે.

નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ (NSDL)એ Albula ઇનવેસ્ટમેન્ટ ફંડ, Creasta ફંડ અને APMS ઇનવેસ્ટમેન્ટ ફંડના એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. ડિપોઝિટરીની વેબસાઇટ અનુસાર આ એકાઉન્ટ 31 મે અથવા તે પહેલા જ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ ત્રણેય ફંડ મોરેશિયસના છે અને સેબીમાં તેમણે વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર (FPIs)ના રૂપમાં રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે.

મીડિયામાં આ સમાચાર સામે આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના કેટલાક શેરમાં લોઅર સર્કિટ લાગી ગઇ હતી અને તેમના માર્કેટ કેપમાં ભારે ઘટાડો થયો હતો.

(6:54 pm IST)