Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

પીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે

નવી દિલ્લીઃ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે કેન્દ્ર સરકાર PM KISAN TRACTOR યોજના હેઠળ સબસિડી આપે છે. જેના પગલે કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર ખેડૂતો અડધી કિંમતે ખરીદી શકે છે. મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રયત્નો કરી રહી છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે અનેક યોજના શરૂ કરી છે. ખેડૂતોને ખેતી કરવા માટે કેટલાક પ્રકારના મશીનોની જરૂર પણ પડતી હોય છે. તેવામાં હવે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ટ્રેક્ટરની ખરીદી કરવા માટે પણ સબસિડીની શરૂઆત કરી છે. આ યોજનાનું નામ પીએમ કિસાન ટ્રેક્ટર યોજના છે.

ખેડૂતોની સહાય માટે તતપાર સરકારઃ

ખેતી કરવા માટે ટ્રેક્ટર ખૂહ જ મહત્વનું છે. પરંતું, ભારતમાં કેટલાક ખેડૂતો એવા છે. જે આર્થિક તંગીના કારણે ટ્રેક્ટર નથી ખરીદી શકતા. એવી પરિસ્થિતીમાં ખેડૂતો ટ્રેક્ટર ભાડે લે છે. અથવા તો પછી બળદથી ખેતી કરે છે. તેવામાં સરકાર આવા ખેડૂતો માટે યોજના લઈને આવી છે. PM KISAN TRACTOR યોજના હેઠળ ખેડૂતો અડધી કિંમતે ટ્રેક્ટર મેળવી શકે છે.

50 ટકા મળશે સબસિડીઃ

ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે કેન્દ્ર સરકાર PM KISAN TRACTOR યોજનાથી સબસિડી આપે છે. જેમાં, ખેડૂતો કોઈપણ ટ્રેક્ટર અડધી કિંમતમાં તેની ખરીદી કરી શકે છે. બાકીના અડધા પૈસા સરકાર સબસિડી તરીકે આપે છે. આની સાથે કેટલીક રાજ્ય સરકાર પણ 20થી 50 ટકાની સબસિડી ટ્રેક્ટરની ખરીદી પર આપે છે.

કોને થશે ફાયદોઃ

સરકાર 1 ટ્રેક્ટરની ખરીદી પર જ સબસિડી આપશે. જેના માટે ખેડૂતોએ આધાર કાર્ડ, જમીનના કાગળ, બેન્કની ડિટેલ, પાસપોર્ટ સાઈઝ ફોટો, જેવા મહત્વના દસ્તાવેજો આપવા પડશે. આ યોજના અંતર્ગત ખેડૂતો કોઈપણ નજીકના CSC સેન્ટર પર જઈને ઑનલાઈન અપલાઈ કરી શકે છે.

(4:29 pm IST)