Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

સેન્સેક્સમાં ૫૮૭, નિફ્ટીમાં ૧૭૧ પોઈન્ટનું મોટું ગાબડું

વૈશ્વિક સ્તર પર નબળા વલણથી બજારોમાં ગિરાવટ : અમેરિકા સહિત વિશ્વના વિભિન્ન દેશોમાં કોરોનાના નવા કેસ વધવાની સાથે ધારણા પર નકારાત્મક પ્રભાવ પડ્યો

મુંબઈ, તા.૧૯ : આજે સપ્તાહના પહેલા કારોબારના દિવસ એટલે કે સોમવારે શેર બજાર ગિરાવટ સાથે બંધ થયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સુચકાંક સેન્સેક્સ ૫૮૬.૬૬ પીન્ટ તૂટીને ૫૨,૫૫૩.૪૦ના સ્તરે બંધ થયો. તો વળી નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૭૧.૦૦ પોઈન્ટની ગિરાવટ સાથે ૧૫,૭૫૨ના સ્તરે બંધ થયો હતો.

આજના મુખ્ય શેરોમાં ડિવિસ લૈબ, નેસ્લે ઈન્ડિયા, એનટીપીસી, બીપીસીએલ અને ટાટા કન્ઝ્યુમરના શેર લીલા નિશાન પર બંધ થયા હતા. તો વળી એચડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી, એચડીએફસી લાઈફ અને એક્સિસ બેંકના શેર લાલ નિશાન પર બંધ થયા હતા.

આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ ૫૩૩.૦૭ નીચા ૫૨,૬૦૬.૯૯ના સ્તરે ખુલ્યો.

નિફ્ટી ૧૬૮.૯૦ પોઈન્ટની ગિરાવટ સાથે ૧૫,૭૫૪.૫૦ના સ્તરે ખુલ્યો હતો. શુક્રવારે શેર બજાર દિવસભર ઊતાર-ચઢાવ પછી મામૂલી ગિરાવટ પર બંધ થયું હતું. સેન્સેક્સ ૧૮.૭૯ પોઈન્ટ નીચે ૫૩,૧૪૦.૦૬ના સ્તરે બંધ થયો હતો. તો નિફ્ટી ૦.૮૦ પોઈન્ટની ગિરાવટ સાથે ૧૫,૯૨૩.૪૦ના સ્તચરે બંધ થયો હતો.

રિલાયન્સ સિક્યોરિટીસના રણનીતિ પ્રમુખ વિનોદ મોદીના અનુસાર વૈશ્વિક સ્તર પર નબળા વલણથી સ્થાનિક શેર બજારોમાં મોટી ગિરાવટ આવી છે. અમેરિકા સહિત વિશ્વના વિભિન્ન દેશોમાં કોવિડ-૧૯ સંકર્મણના નવા કેસ વધવાની સાથે ધારણા પર નકારાત્મક પ્રભાવ પડ્યો છે.

તેમણે કહ્યું કે વિત્તિય શેરોમાં ગિરાવટ રહી તેનું મુખ્ય કારણ એચડીએફસી બેંકના ૨૦૨૧-૨૨ની પ્રથમ ત્રણ મહિનાનો દેખાવ અપેક્ષા મુજબ ન રહ્યો એ છે. સંપત્તિની ગુણવત્તામાં ગિરાવટથી રોકાણકારોમાં બેંક અને એનબીએફસી (બિન બેક્નિંગ વિત્તિય કંપનીઓ)ને લઈને ચિંતા વધી છે જેણે એસએમઈ (લઘ ને મધ્યમ ઉદ્યોગોને ધિરાણ આપ્યું છે.

(9:05 pm IST)