Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

સામાન્ય દવાઓ અને સપ્લિમેન્ટ્સ તથા રેમડિસિવિરના ૫ મિલિયન ડોઝ ખરીદવાની સરકારની યોજના

કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે સરકાર ૩૦ દિવસના બફર સ્ટોકની તૈયારીમાં

નવી દિલ્હી તા. ૧૯ : દેશમાં કોરોનાની ત્રીજી વેવની આંશિક શકયતાને લઈને કોરોનાની સારવાર માટે જરૂરી દવાઓના ૩૦ દિવસના બફર સ્ટોકની તૈયારીઓ સરકારે શરૂ કરી છે. જેમાં જીવનરક્ષક દવાઓ સિવાય સરકાર સામાન્યઙ્ગ દવાઓ અને સપ્લિમેન્ટ્સ જેવા કે પેરાસિટેમોલ, એન્ટીબાયોટિકસ અને વિટામિનનો સ્ટોક પણ બનાવી રહી છે. મળતી માહિતિ અનુસાર કહેવાઈ રહ્યું છે કે ત્રીજી લહેર પહેલા રેમડિસિવિરના ૫ મિલિયન ડોઝ ખરીદવાની સરકારની યોજના છે. આ વખતે તેના માટે વધારે ખર્ચ કરાઈ રહ્યો છે, સરકાર રેમડિસિવિર, ફૈલિપિરવિરનો સ્ટોક તૈયાર કરી રહી છે જેથી બીજી લહેરના જેવી સ્થિતિ ન બને.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને થોડા દિવસ પહેલા કહ્યું હતું કે દુનિયા કોરોના મહામારીની ત્રીજી લહેરની તરફ ઝડપથી આગળ વધી રહી છે. આ લહેરનું મુખ્ય કારણ સાર્સ કોવ ૨ નો ડેલ્ટા વેરિઅન્ટ છે. તેનો પહેલો કેસ ભારતમાં મળ્યો હતો. WHOની ત્રીજી લહેરને લઈને ચેતવણી ખતરાનો સંકેત પણ છે કેમકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ કહ્યું છે કે દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પણ સાથે જ હજુ પણ મહારાષ્ટ્ર, કેરળ અને પૂર્વોત્તરની સ્થિતિ ચિંતાજનક છે.ઙ્ગઙ્ગ

નીતિ આયોગના સભ્ય વીકે પોલનું કહેવું છે કે ભારતમાં કોરોનાની સ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. ભારત વેકસીનેશન કે પ્રાકૃતિક સંક્રમણના માધ્યમથી હર્ડ ઈમ્યુનિટીની સ્થિતિથી દૂર છે. આ માટે ખતરો વધી રહ્યો છે. સરકારે કહ્યું થે કે આવનારા કેટલાક મહિના ખાસ રહેશે. આપણે હજુ પણ હર્ડ ઈમ્યુનિટીના સ્તરે પહોંચ્યા નથી અને ન તો આપણે સંક્રમણના ચરણમાં પહોંચ્યા છે. આપણે સંક્રમણની મદદથી હર્ડ ઈમ્યુનિટી મેળવવા ઈચ્છતા નથી. પોલે કહ્યું આપણે વેકસીનેશનમાં પ્રગતિ કરી રહ્યા છીએ અને સાથે ૪૫ વર્ષથી ઉપરના લોકોનો સમુહ લગભગ ૫૦ ટકા સુરક્ષિત છે. તેનાથી મૃત્યુદરમાં ઘટાડો થશે. પરંતુ સંક્રમણ ફેલાઈ સકે છે. આપણે અસુરક્ષિત છીએ, વાયરસ હજુ પણ આપણી આસપાસ છે.

(12:57 pm IST)