Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

બકરી ઈદ ઉપર ત્રણ દિવસ લોકડાઉનમાં છૂટ આપવા બદલ કેરળ સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કાવડ યાત્રા ઉપર રોક લગાવી શકાતી હોય તો કેરળમાં બકરી ઈદની જાહેર ઉજવણી શા માટે ? : દિલ્હીના નાગરિક નામ્બિયારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી

ન્યુદિલ્હી : કેરળમાં વધી રહેલા કોવિદ -19 કેસ વચ્ચે પણ બકરી ઈદ તહેવારને ધ્યાને લઇ કેરળ સરકારે 18 જુલાઈથી 20 જુલાઈ દરમિયાન લોકડાઉનમાં છૂટ મૂકી છે. જેના વિરુદ્ધમાં દિલ્હીના નાગરિક નામ્બિયારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

પિટિશનમાં જણાવ્યા મુજબ બીજા રાજ્યોમાં કોવિદ -19 કેસ ઘટી રહ્યા છે જયારે કેરળમાં વધી રહ્યા છે .તેવા સંજોગોમાં બકરી ઈદ તહેવારને ધ્યાને લઇ લોકડાઉનમાં છૂટ મુકવી વ્યાજબી નથી. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કાવડ યાત્રા ઉપર રોક લગાવી શકાતી હોય તો કેરળમાં બકરી ઈદની જાહેર ઉજવણી ઉપર રોક શા માટે નહીં ?

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડમાં આયોજિત કાવડ યાત્રા ઉપર રોક લગાવવાના સૂઓ મોટો કેસ વચ્ચે ઉપરોક્ત પિટિશન દાખલ કરાઈ છે.

નામ્બિયારે પિટિશનમાં વિશેષમાં જણાવ્યા મુજબ લોકડાઉનમાં છૂટછાટ મુકવાનો નિર્ણય રાજકીય અને કોમવાદી દ્રષ્ટિકોણને ધ્યાને રાખી લેવાયો  હોય તેવું લાગે છે. જો  આ માટે કોઈ સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ લેવાઈ નથી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:42 pm IST)