Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

મુંબઈમાં 3 દિવસમાં સમગ્ર સીઝનનો 30 ટકા વરસાદ નોંધાયો

શહેરમાં એક જૂન બાદથી 1811 મિમી વરસાદ: છેલ્લા 3 દિવસમાં 661.5 મિમી વરસાદ ખાબક્યો

મુંબઈમાં રવિવારે હાલના ચોમાસા સીઝનનો બીજો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો  શહેરમાં એક જૂન બાદથી 1811 મિમી વરસાદ નોંધાયો છે. જે સપ્ટેમ્બરના અંત સુધીમાં મુંબઈમાં થનારા સામાન્ય વરસાદનો  85 ટકા કરતા પણ વધુ છે. હવામાન ખાતાના આંકડા મુજબ મુંબઈમાં છેલ્લા 3 દિવસમાં 661.5 મિમી વરસાદ થયો છે. જે સમગ્ર ચોમાસામાં થતા વરસાદનો 30 ટકા છે.

(11:25 am IST)