Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

આ કેવો જમણવાર! લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા

જેવી ગિફ્‌ટ, તેવુ જ જમવાનું આપવામાં આવશે! અત્‍યારે આ રેટ કાર્ડ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે

નવી દિલ્‍હી,તા. ૧૯: લગ્ન પ્રસંગનું નામ સાંભળતા જ નવા નવા કપડાં પહેરવા અને લિજ્જતદાર જમણ મગજમાં આવી જાય છે. પ્રસંગ પત્‍યા બાદ મહેમાનો દ્યરે જઈ ખાવાના વખાણ કે ટીકા કરે છે. આવી સ્‍થિતિમાં કોઈ મોંદ્યવારીને ધ્‍યાનમાં લેતું નથી મોંદ્યવારીના આ યુગમાં લગ્નજીવનમાં થતા ખર્ચ પરસેવો પાડી દે છે. આવી સ્‍થિતિમાં એક વરરાજા ખર્ચ વસૂલવા માટે મહેમાનોને લગ્નના આમંત્રણ  સાથે ‘રેટકાર્ડ' મોકલ્‍યું છે. જેમાં સ્‍પષ્ટ લખ્‍યું છે કે, જેવી ગિફ્‌ટ, તેવુ જ જમવાનું આપવામાં આવશે! અત્‍યારે આ રેટ કાર્ડ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

આ રેટ કાર્ડ સોશિયલ મીડિયા સાઇટ રેડિટ પર વાયરલ થઈ રહી છે. જેમાં દંપતીએ તેમના સંભવિત મહેમાનોને ‘રેટ કાર્ડ' મોકલ્‍યું હોવાનું જાણવા મળે છે. એક વ્‍યક્‍તિએ લખ્‍યું છે કે, તેને એક કપલે આમંત્રણ મોકલ્‍યું હતું. આ સાથે જ એક ચબરખી આપી હતી. જેમાં તે કેટલી મોંઘી ભેટ આપશે તે કહેવાનું હતું! ત્‍યારબાદ ગિફ્‌ટ મુજબ જમણ પીરસવાની વ્‍યવસ્‍થા કરાઈ હતી. જેની ભેટ સૌથી સસ્‍તી હતી એ લોકોએ તો ભૂખ્‍યા પેટે જ પરત જવું પડે તેવી સ્‍થિતિ ઉભી થઇ હતી.

આ નોટમાં લવિંગ લેવલ, સિલ્‍વર લેવલ, ગોલ્‍ડન લેવલ અને પ્‍લેટિનમ લેવલ એમ ચાર અલગ અલગ કેટેગરી રાખવામાં આવી હતી. ચારેય કેટેગરીમાં ડિનર માટે વિવિધ વ્‍યવસ્‍થાઓ કરાઈ હતી. જેથી લગ્નની તારીખ પહેલા જ ફીડબેક આપવા જણાવાયું હતું.

લગ્નના કાર્ડ સાથે જે ચબરખી આપવામાં આવી હતી તેમાં લખ્‍યું હતું કે, તમારું ગમતું ભોજન તૈયાર કરી શકીએ તે માટે, મહેરબાની કરી તમારા ગિફ્‌ટ લેવલ પર સર્કલ કરો.

કપલના મત મુજબ, ૨૫૦ ડોલર સુધીની ગિફ્‌ટ લાવનાર મહેમાનને રોસ્‍ટ ચિકન, સ્‍વોર્ડફિશ જેવી મોંઘી વાનગી આપવામાં આવનાર હતી. જોકે, કોઈ મહેમાન સ્‍મોકડ સૈલ્‍મન કે કાપેલો સ્‍ટેક પસંદ કરે તો તેને સિલ્‍વર લેવલ એટલે કે ૫૦૦ ડોલર સુધીની ગિફ્‌ટ આપવા તૈયાર રહેવું જોઈએ.

૧૦૦૦ ડોલર સુધીની એટલે કે ગોલ્‍ડન લેવલ ગિફ્‌ટ આપનાર મહેમાન કોઈ પણ વસ્‍તુ ખાઈ શકશે. આવા મહેમાનને મિગ્નોન કે લોબસ્‍ટર ખાવા મળશે. જે મહેમાન ૧૦૦૦ ડોલરથી ૨૫૦૦ ડોલર સુધીની ગિફ્‌ટ આપશે તેને પ્‍લેટિનમ લેવલનું જમણ મળશે. તેમને બે પાઉન્‍ડ લોબસ્‍ટર અને સ્‍મારીકા શેમ્‍પેન ગોલ્‍બેટ પીરસવામાં આવશે.

રેડ્ડિટ પર આ ‘રેટ કાર્ડ' પોસ્‍ટ કર્યા બાદ ઘણી કોમેન્‍ટ થઈ રહી છે. એક યુઝરે કોમેન્‍ટ કરી કે ‘ગિફટ ભેગી કરવાની આ એક અનોખી રીત છે. અન્‍ય એક યુઝરે લખ્‍યું છે કે, આ ખૂબ જ શરમજનક વ્‍યવસ્‍થા છે.

(10:23 am IST)