Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ચીને આપ્યો પાકિસ્તાનને બીજો ઝટકો :ભારતીય સેના સાથે ચીનની સેના કરશે સંયુક્ત અભ્યાસ

ડોકલામ વિવાદ વેળાએ અભ્યાસ કેન્સલ કર્યો હતો :શિલાંગના ઉંમરોઈમાં 14 દિવસ એકબીજાની રણનીતિ વહેંચશે

નવી દિલ્હી : કુલભૂષણ જાધવ કેસમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં પાકિસ્તાનને ઝટકો આપ્યા બાદ ચીને હવે પાકિસ્તાનને બીજો ફટકો આપ્યો છે. ભારત અને ચીનની સેનાઓ સંયુક્ત અભ્યાસમાંકરશે  2017માં ડોકલામ વિવાદ દરમિયાન આ અભ્યાસને રદ કરવામાં આવ્યો હતો. આ પછી ફરી અભ્યાસ શરુ કરાયો હતો. આ વર્ષે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ભારતીય સેના અને ચીની પીએલએ શિલાંગના ઉમરોઈમાં 14 દિવસ સુધી એકબીજા વચ્ચે રણનિતીને વહેંચશે. બંને દેશોના લગભગ 240 સૈનિક આ હેન્ડ ઇન હેન્ડમાં ભાગ લેશે.

સેનાના મતે બંને દેશો આતંકવાદને નિપટવા માટે ઉપયોગમાં લેવાતી ડ્રિલનો અભ્યાસ કરશે. કંપની લેવલની આ એક્સસાઇઝમાં ટ્રાન્સ નેશનલ ટેરેરિઝમથી ઉભી થયેલી પરિસ્થિતિઓથી નિપટવા, જોઇન્ટ ઓપરેશન ડ્રિલ અને રાહત બચાવના પાઠ એકબીજા પાસેથી શીખશે. 2008માં પ્રથમ વખત બંને દેશોએ હેન્ડ ઇન હેન્ડના અભ્યાસની શરુઆત કરી હતી

આ એક્સસાઇઝ એક વખત ચીનમાં થાય છે અને એક વખત ભારતમાં થાય છે. બંને દેશોની સેનાઓ વચ્ચે શાનદાર તાલમેલ વધે તે માટે આ અભ્યાસની શરુઆત થઈ હતી. ભારત અને ચીનની સેના સીમા વિવાદના કારણે અલગ-અલગ સમયે આમને-સામને થઈ છે પણ વુહાનમાં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ વચ્ચેની મુલાકાત પછી સ્થિતિ સુધરી છે.

બંને દેશોની સેનાના સંબંધોને શાનદાર બનાવવા માટે જે સહમતી બની છે તેને સતત આગળ વધારવામાં આવી રહી છે. હાલમાં જ આવેલા રક્ષા મંત્રાલયના રિપોર્ટમાં એ સ્પષ્ટ છે કે ભારત-ચીન સરહદ પર સ્થિતિ શાંતિપૂર્ણ છે

(1:22 am IST)