Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

પાકિસ્તાન ઝૂક્યું :કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસ આપવા તૈયાર

વિયેના સંધિ મુજબ પાકિસ્તાની કાયદા હેઠળ કોન્સ્યુલર એક્સેસ ઉપલબ્ધ કરાવશે

 

નવી દિલ્હી ;આંતર રાષ્ટ્રીય કોર્ટે કુલભૂષણ જાધવ કેસમાં ચુકાદો આપ્યા બાદ પાકિસ્તાન આખરે ઝૂક્યું છે પાકિસ્તાનની જેલ જાસૂસીના આરોપમાં કેદ કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસ આપવા માટે પાકિસ્તાનની સરકાર તૈયાર થયું છે . પાકિસ્તાન વિયેના સંધિ મુજબ કુલભૂષણ જાધવને પાકિસ્તાની કાયદા હેઠળ કોન્સ્યુલર એક્સેસ ઉપલબ્ધ કરાવશે

  આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ) બુધવારે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો. આઈસીજેએ જાધવની ફાંસીની સજા પર રોક લગાવી. કોર્ટે કહ્યું કે પાકિસ્તાન જાધવ પર પોતાના ચુકાદા પર ફેરવિચાર કરે. કોર્ટે કહ્યું કે કુલભૂષણ  જાધવ કેસમાં પ્રક્રિયા પર ફરીથી વિચાર કરો. આઈસીજેના કહેવા મુજબ પાકિસ્તાને વિયેના સંધિનો ભંગ કર્યો. પાકિસ્તાને માનવાધિકારનો ભંગ કર્યો. આઈસીજેએ એમ પણ કહ્યું કે જાધવને કોન્સ્યૂલર એક્સેસ મળવું જોઈએ

(12:16 am IST)