Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ખેડબ્રહ્મામાં આકરા તાપમાન બાદ વરસાદની હાઉકલી :ઘડીભરની રાહત

પંથકમાં અપૂરતા વરસાદથી ખેડૂતો ચિંતિત :વાવતેર વિસ્તારની જમીન ભીની પણ મન મૂકીને મેહુલિયો વર્ષે તેવી આશા

 

ખેડબ્રહ્મા :શહેરમાં આકરી ગરમી બાદ વરસાદ આવતા ગરમીથી ઘડીભર રાહત મળી હતી.જોકે ધોધમાર વરસાદ નહી પડતા ખેડુતો અને નાગરીકોને મેહુલિયાએ હાથતાળી આપી છે. ચોમાસું શરૂ થયાને એક મહિનાથી પણ વધુ સમય વિતી ગયા છતાં પંથકમાં અપુરતો વરસાદ ચિંતાજનક બન્યો છે. ઘડીભરના વરસાદને પગલે વાવેતર વિસ્તારની જમીન ભીની થઇ છે.

    ખેડબ્રહ્મા પંથકમાં ખેડુતોએ વાવણી કરી દીધા બાદ છેલ્લા ર૦ દીવસથી વરસાદ આવતા મુંઝવણ વધી રહી છે. જોકે શુક્રવારે અચાનક બપોર બાદ વાતાવરણ પલટાતા વરસાદનું આગમન થયુ હતુ. ખેડબ્રહ્મા શહેર સહિતના વિસ્તારોમાં ભારે ગરમી વચ્ચે મેધમહેર જોવા મળી હતી. દરમ્યાન ઉકળાટને પગલે વરસાદમાં નાના બાળકો ન્હાવા માટે ઝુમી ઉઠયા હતા.

(11:28 pm IST)