Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

બિહારના નવાદા જિલ્લામાં વીજળી પડતા 8 બાળકોનામોત :13 બાળકોને ઇજા :ચાર લાખની સહાય જાહેર

વહીવટી તંત્ર તથા પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળ પહોંચ્યા

બિહારના નવાદા જિલ્લામાં વીજળી પડવાથી 9 માસૂમના મોત થયા છે. ઘટનાસ્થળે હાજર 13 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. શુક્રવારની બપોરે આ ઘટના બની હતી જ્યારે બધા બાળકો એક ઝાડ નીચે હતા ત્યારે અચાનક વીજળી પડી હતી. દુર્ઘટનાને પગલે તમામ લોકોને નજીકના દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પીડિતોનો 4 લાખની સહાય રાજ્ય સરકારા દ્વારા જાહેર કરવામાં આવી છે.

, ઘટના નવાદાના કાશીચક વિસ્તારના ધાનપુર ગામની છે,વહીવટી તંત્ર તથા પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

આ ઘટના ત્યારે બની જ્યારે બપોરના સમયે આશરે 25 બાળકો એક ઝાડની નીચે રમી રહ્યા હતા. અચાનક મોસમ બદલાયું હતું અને પવન સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. ત્યારે જ વીજળી
એકાએક પડતા 9 બાળકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો

(8:41 pm IST)