Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

તીવ્ર મંદીની સાથે સાથે......

તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં અફડાતફડી રહી

         મુંબઈ, તા. ૧૯ : શેરબજારમાં આજે પણ તીવ્ર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ગુરૂવારના દિવસે ૩૧૮ પોઇન્ટનો ઘટાડો થયા બાદ આજે વધુ ૫૬૦ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. આની સાથે જ છેલ્લા બે દિવસના ગાળામાં ૮૭૮ પોઇન્ટ સુધીનો મોટો ઘટાડો થઇ ચુક્યો છે. આજે શેરબજારમાં બ્લેક ફ્રાઇડેની સ્થિતિ જોવા મળી હતી. વર્ષ ૨૦૧૯માં હજુ સુધીનો ત્રીજો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં બ્લેક ફ્રાઇડેની સાથે સાથે નીચે મુજબ છે.

*    શેરબજારમાં કેલેન્ડર વર્ષ ૨૦૧૯માં બીજો સૌથી મોટો ઘટાડો નોંધાયો

*    ઇક્વિટી બેરોમીટર સેંસેક્સ ૫૬૦ પોઇન્ટ ઘટીને ૩૮૩૩૭ની નીચી સપાટીએ રહ્યો

*    નિફ્ટી ૧૭૮ પોઇન્ટ ઘટીને ૧૧૪૧૯ની નીચી સપાટીએ રહ્યો

*    કન્ઝ્યુમર ડ્યુરેબલ અને પાવર સિવાય તમામ સેક્ટરમાં જોરદાર વેચવાલી રહી

*    મિડકેપ અને સ્મોલકેપમાં વધુ ઘટાડો નોંધાયો

*    ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સો દ્વારા કરવામાં આવેલી માંગણીને નાણામંત્રીએ ફગાવી દેતા તેની અસર જોવા મળી

*    સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં ૧.૦૩ ટકા અને નિફ્ટીમાં ૧.૧૫ ટકાનો ઘટાડો રહ્યો

*    ત્રિમાસિક ગાળાના કમાણીના નબળા આંકડા, મોનસુનની કમજોર સ્થિતિ અને વૈશ્વિક ક્રૂડની કિંમતમાં બે ટકાના વધારાથી માર્કેટ ઉપર અસર થઇ

*    રોકાણકારોએ બે દિવસમાં જ ૩.૭૫ લાખ કરોડ ગુમાવ્યા

*    એકલા શુક્રવારના દિવસે રોકાણકારોએ ૨.૧૨ લાખ કરોડ ગુમાવ્યા

*    ૫૧૭ શેર બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા

*    ૨૮૧ શેર લોઅર સર્કિટને હિટ કરી જતાં નિરાશા રહી

*    આરઆઈએલના શેરમાં આંકડા જારી કરવામાં આવે તે પહેલા ૧.૦૧ ટકાનો ઘટાડો રહ્યો

*    બાયોકોનના શેરમાં નવ ટકા સુધીનો ઘટાડો રહ્યો

(7:20 pm IST)