Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

કોંગોમાં ઇબોલા હવે કટોકટીમાંથી આફત બની ગઇ છેઃ ૧૬૦૦ મોત

ર૦૧૪માં ઇબોલાને હરાવવામાં અમેરીકાએ કરી હતી મદદઃ તે સમયે હજારોના મોત થયેલ

કલ્પના કરો કે આગ સામે લડતુ ફાયર ફાઇટર અચાનક પેટ્રોલ છાંટવા માંડે તો શું પરિસ્થિતિ થાય. બરાબર આવી પરિસ્થિતિ અત્યારે ડેમોક્રેેટીક રીપબ્લીક ઓફ કોંગોમાં ઇબોલા બાબતે છે.

ઇબોલાના વાયરસથી અત્યાર સુધીમાં ૧૬૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારોને તેનો ચેપ લાગી ચુકયો છે. ભલે તે ર૦૧૪માં મૃત્યુ પામેલા ૧૧૦૦૦ લોકો કરતા ઓછો આંકડો હોય પણ તેની પ્રબળતા તે વખત કરતા વધુ જીવલેણ છ.ે

દરેક પસાર થઇ રહેલા દિવસ સાથે આ વાઇરસ વધુને વધુ ફેલાઇ રહ્યો છે. આ અઠવાડીયે રવાન્ડાની સરહદે આવેલા ગાોમામાં ઇબોલાનો પહેલો કેસ મળી આવ્યો છે. આ વાયરસ સામે લડવા માટે અમેરીકા અને આંતરરાષ્ટ્રીય સમુદાયે એક થઇને તેને કટોકટી ગણીને એક થવુ જ પડશે.

ર૦૧૪મં નેશનલ સીકયુરીટી કાઉન્સીલના સભ્ય અને ઇબોલા માટેની અમેરીકન ટીમના નેતા ગેલ સ્મીથ કહે છે. કે મને તે વખતે એવુ લાગ્યું હતું કે ઇબોલાએ મેં અત્યાર સુધીમાં જોયેલી જાહેર આરોગ્ય અંગેની સૌથી ખતરનાક કટોકટી હતી. પણ હવે મને લાગે છે ેકે હું ખોટો હતો.

આ રોગચાળા માટેના પડકારો અભૂતપૂર્વ છે. જેમાં નબળુ ઇન્ફ્રાસ્ટ્રકચર, હેલ્થ વર્કરો પર અવિશ્વાસ અને મેડીકલ ટ્રીટમેન્ટની અછત વગેરે સામેલ છે. આ વખતનો ઇબોલા કોંગો ઉપરાંત લાઇબેરીયા, સીએરાલીઓન અને ગીનીમાં પણ ફેલાયો છે.

આ ફેલાવો કંઇ રાતોરાત નથી થયો. કોંગો કુદરતી સંપતિ બાબતે અમારી છે પણ આ ફેલાવો થવાનું કારણ તેનું રેઢીયાત તંત્ર છ.ે ઇબોલા જેવા રોગો સામે લડવામાં દાયકાઓથી જાહેર આરોગ્ય અને આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવામાં તે નિષ્ફળ રહ્યું છે. ર૦૧૬માં કોંગો સરકારે આરોગ્ય માટે પ્રતિ વ્યકિત વાર્ષિક ૩ ડોલર વાપર્યા હતા.

કોંગોમાં વર્ષો સુધી ચાલેલી આંતર સમુહની લડાઇના કારણે લોકોને સરકાર પર અવિશ્વાસનું વાતાવરણ ફેલાયેલું છ.ે તાજેતરના એક સર્વેમાં રપ ટકા લોકોએ કહ્યું કે ઇબોલા જેવું કંઇ છે જ નહીં. આ વિશ્વાસના અભાવને કારણે પરિસ્થિતિ વધુ બગડી રહી છે અને હેલ્થ વર્કરો અને દવાખાનાઓ પર થતા હુમલા પરિસ્થિતિને વધુ ડહોળી રહ્યા છે. (ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(4:00 pm IST)