Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ઈન્ટરનેશનલ કોર્ટનો ઝાટકોઃ પાકિસ્તાનને ૪૦ હજાર કરોડનો દંડ ફટકાર્યો

આર્થિક સંકટમાં સપડાયેલા પાકિસ્તાનની તિજોરી ખાલીખમઃ ઈમરાનખાન માટે માઠા દિવસો

પાકિસ્તાનઃ કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાકિસ્તાનની હાર થયા બાદ ઈન્ટરનેશનલ કોર્ટે પાકિસ્તાનને વધુ એક ઝટકો આપ્યો છે. કોર્ટના આ ઝટકાથી કંગાળિયા પાકિસ્તાનના હાલ વધારે બેહાલ થઈ જશે. વર્લ્ડ બેંક સાથે જોડાયેલી ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસપ્યુટ (ICSID) રેકો ડિક સોદાને રદ કરવા માટે પાકિસ્તાન પર પાંચ અબજ ૯૭ કરોડ ડોલર (૪૦ હજાર કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે.

દેવાળિયું બની રહેલ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલાં પાકિસ્તાનની તિજોરી હવે ખાલી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને ત્પ્જ્ પાસેથી આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે છ અબજ ડોલરના બેલઆઉટ પેકેજ આકરી શરતો સાથે સ્વીકાર્યું હતું. જો કે કોર્ટમાં કેસ હારી જવાથી પાકિસ્તાનને મોટી રકમ ચુકવવી પડશે.

ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યૂટ્સે (ICSID) બલૂચિસ્તાનમાં રેકો ડિક (Reko Doq) ખાણ સોદાને રદ કરવા પર પાકિસ્તાન પર પાંચ અબજ ૯૭ કરોડ ડોલર (આશરે ૪૦ હજાર કરોડ રૂપિયા)નો દંડ ફટકારતાં પાકિસ્તાનને ટેથયાન કોપર કંપનીને વળતર ચુકવવું પડશે. દુનિયાભરના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, પાકિસ્તાન જો કોઈ નક્કર પગલાં નહી ભરે તો તેને બરબાદ થતાં કોઈ રોકી શકશે નહીં.

(3:20 pm IST)