Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ભારતીય પાસપોર્ટ ઉપર વીઝા ઓન અરાવઈલઃ યુએઈનો નિર્ણય

દુબઈઃ સંયુકત આરબ અમીરાત (યુએઈ)એ ભારતીય પાસપોર્ટ ઉપર વીઝા ઓન અરાઈવલ દેવાનો નિર્ણય લીધો છે.

દુબઈમાં રેજીડેન્સી અને વિદેશ મામલાઓના જનરલ ડાયરેકટરેટે ટ્વીટ કરી માહિતી આપી હતી. તેમણે જણાવેલ કે જેમની પાસે પહેલાથી જ બ્રિટન અથવા યુરોપનો નિવાસી વિઝા છે અને યુએઈની યાત્રા ઉપર પરિવાર કે મિત્રોને સાથે લાવવા માંગે છે તેમને આ સારી સુવિધા મળશે.

બ્રિટન અને યુરોપીય સંઘના દેશોના નીવાસ વીઝા સાથે સામાન્ય પાસપોર્ટ રાખનાર ભારતીય નાગરીક  યુએઈ પ્રવેશ થતા પરમીટ લઈ શકે છે. જો કે તેના માટે વીઝાની પરવાનગી ૬ મહિનાથી વધુની હોવી જરૂરી છે.

યુએઈમાં રહેવાની અવધી વધુમાં વધુ ૧૪ દિવસ છે, પણ યાત્રી ૪૬૯૩ રૂપીયા ફી ભરી અવધીને ૨૮ દિવસ કરી શકે છે અને જો પરમીટ પુરી થયા બાદ પણ પર્યટક રોકાય છે તો તેને ૧૮૭૭ રૂપીયા પ્રતિદિવસનો દંડ અને ૩૭૫૪ રૂપીયા પ્રસ્થાન પરમીટ ફી ચુકવવી પડશે.

(1:08 pm IST)