Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

વીજ ચોરી વધુ હશે તે વિસ્તારોમાં વીજકાપ વધશે

પ્રમાણિક વીજગ્રાહકને ૨૪ કલાક વિજળી મળે તેવું આયોજન : ખાસ મીટર અપાશે : સવાર - બપોર - સાંજ વિજળીના અલગ - અલગ દરો રહેવા સંભવ

નવી દિલ્હી, તા. ૧૯ : દેશમાં હવે ૨૪ કલાક વીજળી આપવા એક નવી યોજના આવી રહી છે જે અંતગર્ત પ્રામાણિક ગ્રાહકોને ૨૪ કલાક વીજ સપ્લાઈ કરાશે જયારે વીજચોરી વાળા વિસ્તારોમાં વધુ વીજકાપ મૂકાશે. મોદી સરકાર ઈમાનદાર વિજળી કન્ઝયુમર માટે નવી સ્કિમ લાવી રહી છે. આ સ્કીમ હેઠળ ઈમાનદાર ગ્રાહકને હવે ૨૪ કલાક વિજળી મળશે. કેન્દ્ર સરકાર રાજયો સાથે મળી એવું પ્લાનિંગ તૈયાર કરી રહી છે, જે હેઠળ એવા એરિયા જયાં વિજળીની ચોરી નથી થતી, ત્યાં ૨૪ કલાક વિજળી સપ્લાય કરવામાં આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વિજળી વિતરણ અછતના આધાર પર આ યોજના તૈયાર કરવામાં આવી છે. જેના માટે એરિયાના આધારે વિજળી અછતની જાણકારી માંગવામાં આવી છે. આ યોજના હેઠળ ૧૫ ટકાથી ઓછા વીજલોસ - નુકશાનવાળા એરિયામાં ૨૪ કલાક સપ્લાય સંભવ છે.આ યોજનામાં નુકશાનવાળા વિસ્તારમાં ગ્રાહકને બિલ ચુકવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવવાની પણ યોજના છે. આ યોજના પાવર રિફોર્મ ૨.૦નો હિસ્સો હશે. તમને જણાવી દઈએ કે, ચૂંટણી પહેલા સરકારે કંપનીઓ પાસે આ મુદ્દે જાણકારી માંગી હતી. હાલમાં ૧૯ રાજયોમાં વિજળી વિતરણ ઘટ ૧૫ ટકાથી વધારે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વિજળી વહેંચણીમાં પણ કેન્દ્ર સરકાર મદદ કરશે વીજળીના વિતરણ નુકશાનના આધાર પર વિજળી સપ્લાયની યોજના હશે. કયા વિસ્તારમાં કેટલી વિજળી સપ્લાય થાય છે, તેના પ્લાનિંગમાં મદદ કરનાર આ યોજના માટે સરકારે ક્ષેત્રના આધાર પર વિજળી વિવરણ નુકશાનની જાણકારી માંગી છે.

મોદી સરકાર વિજળી સપ્લાય શ્રેષ્ઠ બનાવી ગ્રાહકોને મોટા વિજળી કટથી બચાવવા માટે મોટું પગલુ ભરવાની દિશામાં તૈયારી કરી રહી છે. દિવસમાં ત્રણ પ્રકારના ટેરિફ હોઈ શકે છે. જેમ કે, સવારે, બપોરે અને સાંજે વિજળીના અલગ અલગ દર હશે. રાતની વિજળીના દર અત્યારે જેટલા છે તેનાથી વધારે નહી હોય.

(11:25 am IST)