Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

જેલમાં નહીં, પોલિસ અધિકારીના બંગલામાં છે હાફિઝ સઇદ

પાકિસ્તાને હાફિઝની ધરપકડનું કર્યુ નાટકઃ અપાઇ રહી છે વીઆઇપી સુવિધા

ઇસ્લામાબાદ, તા.૧૯: મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદની ધરપકડનુ પાકિસ્તાનનું નાટક બીજા દિવસે જ સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હાફિઝ સઈદને જેલમાં નહીં અર્પણ ગુજરાવાલા જેલ અધિક્ષકના બંગલામાં રાખવામા આવ્યો છે. તેને વીઆઈપી સુવિધા મળી રહી છે.

આતંકી સંગઠન જમાત ઉત દાવાનો મુખ્ય હાફિઝ સઈદ મુંબઈમાં ૨૦૦૮માં થયેલા આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ છે. ભારત તેમની ધરપકડ અંગે લાંબા સમયથી દબાણ કરી રહ્યું છે. તેને સંયુકત રાષ્ટ્રે પણ વૈશ્વિક આતંકી દ્યોષિત કર્યો છે. બીજી બાજુ અમેરિકાએ તેના પર એક કરોડ ડોલરનું ઇનામ રાખવામાં આવ્યું છે.

વડાપ્રધાન ઇમરાનખાનની પહેલી અમેરિકી મુલાકાત દરમયાન પાકિસ્તાને બુધવારે હાફિઝ સઈદની ધરપકડ કરી હતી. આતંકી ગતિવિધિઓ માટે ફંડ પૂરું પાડવાના આરોપમાં ધરપકડ બાદ તેમને સાત દિવસની ન્યાયિક રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ, હાફીઝની સાથે વીઆઈપી જેવો વ્યવહાર થઇ રહ્યો છે અને તેને ગુજરાવાલા જેલ અધિક્ષકના બંગલામાં રાખવામા આવ્યો છે.

ઇમરાન ૨૧ તારીખે અમેરિકા મુલાકાત પર જશે. ત્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ૨૨ના રોજ તેમની મુલાકાત થશે.

(11:22 am IST)