Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ફેસબુક પર રાજકીય જાહેરાત કરવામાં ડોનાલ્ડ ટ્રમ્પ મોખરે

મે મહિનાના પ્રારંભથી ફેસબુક પર જાહેરાત આપવા પાછળ 274,000 ડોલરનો ખર્ચ કર્યો

વોશીંગટન: એક અભ્યાસના તારણ મુજબ અમેરિકન રાષ્ટ્ર્પતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વની સૌથી પ્રસિદ્ધ સોશીયલ મીડિયા સાઇટ ફેસબુક પર સૌથી વધારે રાજકીય જાહેરાત કરર્નારા એડવર્ટાઇઝર કરનાર બની ગયા છે.

   એક અહેવાલ અનુસાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પોલીટીકલ એકશન કમિટિ (પીએસી) મે મહિનાના પ્રારંભથી ફેસબુક પર જાહેરાત આપવા પાછળ 274,000 ડોલરનો ખર્ચ કર્યો છે. આ એડને અત્યાર સુધીમાં અંદાજે 40 મિલિયન લોકો જોઇ ચૂક્યા છે.જેની સાથે તે ફેસબુક પર સૌથી વધારે જોવામાં આવેલી એડ બની ગઇ છે.

  ન્યૂયોર્ક યૂનિવસિટીના સંશોધકોની ટીમ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં અંદાજે 267,000 થી વધારે એડનુ એનાલીસીસ કરવામાં આવી હતી . જેમાં રાજકીય સામગ્રી જાહેર જનતા દ્વારા મુકવામાં આવી હોય. જેના મામલે ફેસબુક વધારે પારદર્શીકતા લાવવાની વાત કરી રહ્યુ છે.

(11:46 pm IST)