Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

લોકપાલ પસંદગી સમિતિનો કોંગ્રેસે કર્યો બહિષ્કાર

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની અધ્યક્ષતામાં લોકપાલ પસંદગી સમિતિની બેઠકનો કોંગ્રેસે બહિષ્કાર કર્યો છે. આ બેઠકમાં લોકપાલ અને તેના સદસ્યોની નિમણૂકને લઈને નામની ભલામણો માટે એક સર્ચ કમિટીની રચના થવાની છે.

  લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ સ્પષ્ટતા કરી છે કે લોકપાલ અધિનિયમ – 2013 પ્રમાણે જ્યાં સુધી ગૃહના સૌથી મોટા વિપક્ષી દળ હોવાના નાતે તેમને સંપૂર્ણપણે સદસ્યનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી તેઓ આ બેઠકમાં ભાગ લેવાના નથી.

(11:18 pm IST)
  • ડાંગમાં સાર્વત્રિક વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ :કોઝવે પર પાણી ભરાતા છ ગામોને હાલાકી : ડાંગમાં પડેલા સાર્વત્રિક વરસાદને લઈને અંબિકા નદીમાં પુરની સ્થિતિ જોવા મળી રીહી છે. જિલ્લા બે કોઝ-વે પરથી પાણી વહી રહ્યા છે. કોઝ વે પર પાણી ભરાતા છ ગામોને અસર થઈ છે.કુમાર બંધ ના કોઝ વે પર છેલ્લા છ દિવસથી પાણી વહી રહ્યું છે access_time 1:56 pm IST

  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST

  • ગંગા નદીની સફાઈ માટે કઈ જ થયું નથી : ઉત્તરાખંડ સરકાર સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નારાજ :એનજીટીએ કહ્યું ગંગાની હાલત ખુબ જ ખરાબ છે : અધિકારીઓના દાવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી:નિયમિત દેખરેખની તાતી જરૂર છે access_time 11:52 pm IST