Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

BAPS સ્વામિનારાયણ સંસ્થા નોર્થ અમેરિકાના ઉપક્રમે જયોર્જીયામાં ૧ જુલાઇથી ૧૦ જુલાઇ ર૦૧૮ દરમિયાન ''યુથ સંમેલન'' યોજાયું: ૮ વર્ષીથી રર વર્ષ સુધીની ઉંમરના ૧૦ હજાર જેટલા બાળકો તથા યુવાનો જોડાયાઃ

જયોર્જીયા : અમેરિકાના જયોર્જીયામાં ૧ જુલાઇથી  ૧૦ જુલાઇ ર૦૧૮ દરમિયાન રેજિન્સી હોટલ, એટલાન્ટા મુકામે  BAPS સ્વામિનારાયણ સંસ્થાન નોર્થ અમેરિકાના ઉપક્રમે ' યુથ સંમેલન'  નું આયોજન કરાયું હતું. જેમાં ૮ વર્ષથી રર વર્ષ વચ્ચેની વયના   ૧૦ હજાર જેટલા બાળકો તથા યુવાનો જોડાયા હતા.

સંમેલનનું  મુખ્ય સૂત્ર '' મોક્ષ નાવ '' હતું જે અંગે સમજુતી આપવામાં આવી  હતી.  તથા ધર્મ, અર્થ અને કામની છણાવટ કરાઇ હતી. જે અંતગર્ત વર્તમાન સમયમાં  આનંદ સાથે તમામ કાર્યો ભગવાન તથા  ગુરૂની સાક્ષીએ  કરવા તેમ માર્ગદર્શન અપાયુ હતું.

સમાહરોહમાં  આવેલા બાળકો તથા યુવા સમુહને માર્ગદર્શન આપવા માટે  ભારતથી સદગુરૂ પૂજય ઇશ્વરચરણદાસ સ્વામી તથા પૂજય આનંદ સ્વરૂપદાસ સ્વામી તથા અનેક ભારતના તથા નોર્થ અમેરિકાના સંતો પધાર્યા હતા.

(10:04 pm IST)