Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

અમેરિકાની ફલોરિડા સ્ટેટ યુનિવર્સિટીના સ્ટુડન્ટ ઇન્ડિયન અમેરિકન અમોલ જેઠવાણીએ ચૂંટણીમાં ઝંપલાવ્યું: ફલોરિડાના ર૧મા લેજીસ્લેટીવ ડીસ્ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવીઃ ઇન્ડિયન અમેરિકન ઇમ્પેકટ ફંડનું સમર્થન મળ્યું: ર૮ ઓગ. ર૦૧૮ ના રોજ પ્રાઇમરી ચૂંટણી

ફલોરિડાઃ અમેરિકાની ફલોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં પોલિટીકલ સાયન્સનો અભ્યાસ કરતા ચોથા વર્ગના સ્ટુડન્ટ ઇન્ડિયન અમેરિકન અમોલ જેઠવાણીએ ફલોરિડા સ્ટેટના ર૧ મા ડીસ્ટ્રીકટમાંથી  લેજીસ્લેટીવ મેમ્બર તરીકે ઉમેદવારી નોંધાવી છે.

કેમ્પસ એકટીવિટીઝ માટે સક્રિય  તેમજ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર તેવા શ્રી મનોજને ઇન્ડિયન અમેરિકન ફંડએ પણ ટેકો જાહેર કર્યો છે. આ  ઇમ્પેકટ ફંડ દ્વારા  અમેરિકાના રાજકારણમાં સક્રિય થઇ નેતૃત્વ  આપવા ઇચ્છુક ભારતીયોને તમામ પ્રકારનો સહકાર આપવામાં આવે છે.

ડેમોક્રેટ  ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા આ ઇન્ડિયન અમેરિકન યુવાન ઉમેદવાર ચૂંટાઇ આવે તો ફલોરિડા સ્ટેટમાં સમાનતા, હેલ્થકેર, આર્થિક સમૃધ્ધિ તથા ન્યાય માટે  કામગીરી હાથ ધરવા માંગે છે. તથા પોતે વિધાર્થી હોવાના નાતે શિક્ષણને  પ્રાધાન્ય આપવા  માંગે છે. ઉપરાંત પર્યાવરણ, તેમજ શુધ્ધ પાણી માટે ઝુંબેશ ચલાવવા માંગે છે. પ્રાઇમરી ચૂંટણી ર૮ ઓગ. ર૦૧૮ ના રોજ છે.

(10:03 pm IST)