Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ર૦૩૦ ની સાલ સુધીમાં ભારત દેશને ટી.બી. મુકત કરી દેવાનું અભિયાનઃ AAPI,USAID તથા CETI દ્વારા સંયુકતપણે હાથ ધરાયેલી કામગીરી :

વોશીંગ્ટનઃ ટી.બી. દર્દને નાથવા માટે ભારત સરકાર કાર્યરત છે. તેમ છતાં આ દર્દથી દર વર્ષે ૩ લાખ લોકો મોતને ભેટે  છે. તેથી તેની સામે સામુહિક લડત ચલાવી ભારત દેશના પ્રજાજનોને ટી.બી. મુકત કરાવવાના પ્રયાસ માટે ''અમેરિકન એશોશિએશન ઓફ  ફીઝીશ્અન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI)  એ ઝુંબેશ  શરૂ કરી દીધી છે. જે મુજબ ર૦૩૦ ની સાલ સુધીમાં ભારતને ટી.બી. મુકત કરી દેવાનો લક્ષ્યાંક નકકી કરાયો છે.

આ માટે AAPI ની નવ નિયુકત હોદેદારોની ટીમ એ  '' યુનાઇટેડ સ્ટેટસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ '' (USAID)  ના સેવક પ્રોજેકટ તથા  CETI સાથે પાર્ટનરશીપ કરી છે. જેના અમલ માટે  AAPI  દ્વારા  ભારતના  ફીઝીશીઅન્શ  NGO તેમજ તબીબી વ્યવસાયિકોના  સહકારથી પોતાના ૧ લાખ જેટલા મેમ્બર્સ સાથે ભારતમાં  ટી.બી. વિરૂધ્ધ અભિયાન,શિક્ષણ, નિદાન, તથા સારવારની ઝુંબેશ ચલાવશે તેવું  AAPI ના નવનિયુકત પ્રેસિડન્ટ ડો. નરેશ પરીખએ જણાંવ્યું હતું. જેમાં  USAID  પૂરતો સહકાર આપશે. ઉપરાંત  CETI ના ફાઉન્ડર ડો. મનોજ  જૈન ના સહકારથી પણ ભારતના જુદા જુદા રાજયોમાં આ માટે કામગીરી હાથ ધરાશે.  જેમણે આ માટે અનેક NGO  ન ેટ્રેનીંગ આપવાનું શરૂ પણ  કરી દીધું છે. આ ઉપરાત અમેરિકા તથા ભારતના નામાંકિત અગ્રણી તબીબોનો પણ  સહકાર મળી રહ્યો છે. જેમના દ્વારા શરૂઆતમાં સેવક વિલેજ  તરીકે નકકી કરાયેલા ગામોમાં કામગીરી હાથ ધરાશે જે માટે જે તે રાજયની આશા વર્કસ બહેનોનો સાથ લેવાશે.

AAPI ના પ્રેસિડન્ટ ઇલેકટેડ ડો. રાજ ભાયાણીના જણાવ્યાં મુજબ વારાણસી વિસ્તારના બે હજાર જેટલા ગામેા તથા જરૂરીયાતમંદ લોકોને AAPI ચેરીટી ફાઉન્ડેશન હેઠળ આવરી લેવાયા છે. તથા  ટી.બી. ફ્રી વારાણસી પ્રોજેકટ  લોચીંગ કરાશે તેમ  જણાંવ્યુ હતુ. ઉપરાંત આ વિસ્તારમાં  AAPI સ઼ંચાલિત કિલનિક પણ શરૂ કરાશે.

આમ AAPI દ્વારા ભારતને  ટી.બી. મુકત કરી વતનનું ઋણ ચૂકવવાની કામગીરી હાથ ધરાઇ છેે. તેવું શ્રી અજય ઘોષની યાદી જણાવે છે.

(10:02 pm IST)
  • દેશના ટોચના સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ સાથે મારકૂટ કરવાના મામલે આઠ લોકો સામે ગુન્હો દાખલ :ભાજપ કિશાન મોરચાના પ્રદેશ મંત્રી અનંત તિવારી,ભાજપ યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ પ્રસન્ના મિશ્રા,ભજપના જિલ્લા મહામંત્રી બલરામ ડૂબે,પાકુડના જિલ્લા મંત્રી ગોપી ડૂબે,બજરંગદળના પિન્ટુ મંડળ,અશોક પ્રસાદ,શિવકુમાર સાહા અને બદલ મંડળના નામનો સમાવેશ access_time 1:07 am IST

  • ડાંગમાં સાર્વત્રિક વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ :કોઝવે પર પાણી ભરાતા છ ગામોને હાલાકી : ડાંગમાં પડેલા સાર્વત્રિક વરસાદને લઈને અંબિકા નદીમાં પુરની સ્થિતિ જોવા મળી રીહી છે. જિલ્લા બે કોઝ-વે પરથી પાણી વહી રહ્યા છે. કોઝ વે પર પાણી ભરાતા છ ગામોને અસર થઈ છે.કુમાર બંધ ના કોઝ વે પર છેલ્લા છ દિવસથી પાણી વહી રહ્યું છે access_time 1:56 pm IST

  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST