Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે યાત્રાધામ સુંધા માતામાં પાણી ઘુસ્યા : બનાસકાંઠાના ડેમોમાં પાણીની આવક

રાજસ્થાનના પ્રખ્યાત યાત્રાધામ સુંધા માતામાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદને કારણે સુંધા માતામાં જાણે કે પૂર આવ્યું હોય તેમ અહીંના પગથિયા પરથી પાણી વહી રહ્યા છે. વરસાદી પાણી મંદિર સુધી પહોંચ્યા છે. જેથી અહીં આવતા યાત્રાળુઓને હાલાકી વેઠવી પડી છે.   રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે બનાસકાંઠાના ડેમોમાં નવા પાણીની આવક થઇ છે સુંધા માતાનું મંદિર અે અાસ્થાનું કેન્દ્ર છે. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઅો અા મંદીરે જાય છે. રાજસ્થાનમાં વરસી રહેલા વરસાદને પગલે હાલમાં અા મંદિરની અાસપાસ ભારે માત્રામાં પાણી ભરાઈ ગયું છે.

(9:26 pm IST)