Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

બેરોજગારી, ગરીબી અને ભૂખ ભારત માતાના માથે કલંક : બાબા રામદેવજી

દેશમાં બેરોજગારી એક મોટો પ્રશ્ન છે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને પ્રયાસ કરવા જોઈએ પરંતુ થતા નથી

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં યોગગુરૂ બાબા રામદેવે કહ્યું કે બેરોજગારી, ગરીબી, ભૂખ ભારત માતાના માથે કલંક છે તેને નાબૂદ કરવુ તે જ આપણો ઉદ્દેશ્ય છે. રામદેવે કહ્યું, અત્યારે સમગ્ર દેશમાં બેરોજગારી એક મોટો પ્રશ્ન છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળી આ પડકારને ખાળવા માટે એક સકારાત્મક દિશામાં પ્રયાસ કરવા જોઈએ. પરંતુ તે થતા નથી.

  રામદેવે કહ્યું કે મધ્ય પ્રદેશમાં પતંજલિના માધ્યમથી તેઓ ભેટ લઇને આવ્યા છે. દેશમાં રોજગારીની સમસ્યા પર વાતચીત કરતા રામદેવે કહ્યું કે, પતંજલિએ છેલ્લા એક મહિનામાં વેચાણ વિભાગમાં 11,000 નવા લોકોને નોકરીઓ આપી છે અને આગામી 6-7 મહિનામાં લગભગ વધુ 20,000 લોકોને નોકરીઓ આપવાનો અમારો સંકલ્પ છે.

 તેમણે કહ્યું, સ્વદેશીથી એક સ્વાવલંબી રાષ્ટ્ર બને. તેમણે કહ્યું કે અમારો સંકલ્પ છે કે ભારત માતાના માથે લાગેલુ કલંક બેરોજગારી, ભૂખ અને પછાતપણાને આપણે નાબૂદ કરવાનું છે.

(9:15 pm IST)