Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

શ્રી સ્વામિનારાયણ મંદિર, કોલંબિયા - ટેનેસીના વાર્ષિકોત્સવમાં હાજર રહ્યા મેયરશ્રી વગેરે મહાનુભાવો..

વિશ્વના મહાસત્તા તરીકે ગણાતા અમેરિકા રાષ્ટ્રના ટેનેસી સ્ટેટના કોલંબિયા શહેરમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું શ્રી સ્વામિનારાયણ મંદિર અનેક સત્સંગીઓ, ભાવિકો અને સ્થાનિકો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે. યુનાઇટેડ સ્ટેટ્સના સાઉથવેસ્ટમાં આવેલું ટેનેસી રાજ્ય એ ૫૦ રાજ્યોમાં વિસ્તારમાં ૩૬ મું અને ૧૬ મું વધુ વસ્તી ધરાવતું સ્ટેટ છે. કંટકી, વર્જીનીયા, ઉત્તર કેરોલીના, જ્યોર્જીયા, અલબામા, મિસિસિપી, અરકાનસાસ અને મિઝોરી – આ આઠ રાજ્યોની સરહદ ઉપર આવેલું ટેનેસી રાજ્ય છે. ટેનેસી નદી ઉપર વિકાસ સાધતો આ સ્ટેટના કોલંબિયા શહેરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરનો ચતુર્થ વાર્ષિકોત્સવ દબદબાભેર અને ઉમળકાભેર ઊજવવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદવંશ પરંપરાના પંચમ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ હાલમાં અમેરિકા રાષ્ટ્રમાં પાવન વિચરણ કરી રહ્યા છે. અમેરિકાના ન્યુજર્શી, ડેલાવર, પેન્સીલવેનિયાના, વર્જીનીયા, સાઉથ કેરોલીના આદિ રાજ્યોમાં પુનિત વિચરણ કરી કોલંબિયા – ટેનેસી પધાર્યા હતા.

ચતુર્થ વાર્ષિકોત્સવે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું ષોડશોપચારથી પૂજન-અર્ચન, અન્નકૂટોત્સવ, નીરાજન, સદ્ભાવપર્વ, ડોનેશન...

 શ્રી સ્વામિનારાયણ મંદિર, કોલંબીયા-ટેનેસીના ચતુર્થ પાટોત્સવ પર્વે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા આદિ મૂર્તિઓનો ષોડશોપચાર, અન્નકૂટોત્સવ, આરતી-નીરાજન, સદ્ભાવ પર્વ, દાન વિતરણ, પારાયણો, આશીર્વાદ, મેયરશ્રી વગેરે મહાનુભાવોનું સન્માન વગેરે કાર્યક્રમો યોજાયા હતા.

 આ પાવન અવસરે કોલંબિયા શહેરના Mayor Dean Dickey, Chief assistant of fire department  - Garrry dyer, Tony scott  વગેરે મહેમાનોનું સંસ્થાન વતી પાઘ, શાલ. મોમેન્ટો, પ્રસાદ આદિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને Columbia Fire department ને માતબર ડોનેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

(6:11 pm IST)
  • આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકારનું દબાણ:રાજ્ય સરકારના પગલાં અને નિર્ણયોને અવરોધવા આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકાર દબાણ કરતી હોવાનો દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાનો આક્ષેપ access_time 1:02 am IST

  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST

  • દેશના ટોચના સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ સાથે મારકૂટ કરવાના મામલે આઠ લોકો સામે ગુન્હો દાખલ :ભાજપ કિશાન મોરચાના પ્રદેશ મંત્રી અનંત તિવારી,ભાજપ યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ પ્રસન્ના મિશ્રા,ભજપના જિલ્લા મહામંત્રી બલરામ ડૂબે,પાકુડના જિલ્લા મંત્રી ગોપી ડૂબે,બજરંગદળના પિન્ટુ મંડળ,અશોક પ્રસાદ,શિવકુમાર સાહા અને બદલ મંડળના નામનો સમાવેશ access_time 1:07 am IST