Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

આઝાદી પહેલા ૭૭૮ મુસાફરોને લઇને ડૂબ્યું હતું મુંબઇનું ટાઇટેનિક 'રામદાસ'

ભારતના દરિયાઇ ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના બહાર આવી

મુંબઈ તા. ૧૯ : ભારતની આઝાદી પહેલા ૧૭મી જુલાઈ ૧૯૪૭ના સવારે ૮ વાગ્યે એસ. એસ. રામદાસે મુંબઈના પ્રખ્યાત ભાઉ ચા ઢાકાથી અલીબાગ પાસે આવેલા રેવાસ જવા માટે સફરની શરૂઆત કરી હતી.

જહાજ મુંબઈથી લગભગ ૧૩ કિલોમીટર દૂર પહોંચ્યું હશે. ત્યાં જ ભારે વરસાદ-વંટોળ વચ્ચે રામદાસ એક વિશાળ મોજા સાથે ટકરાયું અને આડું થઈ ગયું. ભારતના દરિયાઈ ઇતિહાસની આ સૌથી મોટી દૂર્ઘટના હતી અને હાલ પણ છે. તેમાં ૭૭૮ લોકો ડૂબી ગયા હતા.

(4:12 pm IST)