Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

મોબલિંચિંગની ઘટના કોઇ પણ સરકાર માટે ફેક ન્યુઝના લીધે બને છે આવી ઘટના ચિંતાનો વિષય

ભીડ હિંસાની વધતી ઘટનાઓ પર લોકસભામાં રાજનાથસિંહે સરકારનું વલણ સ્પષ્ટકર્યું

નવી દિલ્હી તા. ૧૯ : દેશમાં મોબલિંચિંગ એટલે કે ભીડ હિંસાની વધતી ઘટનાઓ પર ગુરૂવારના રોજ વિપક્ષે સરકારને ઘેરવાની કોશિષ કરી. લોકસભામાં હોબાળાની વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે તેના પર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે આવી ઘટનાઓની નિંદા કરતાં કહ્યું કે લિંચિંગની ઘટનાઓ પહેલાં પણ થતી રહી છે. આ પ્રકારની ઘટનાઓમાં જે પણ સ્થિતિ હોય છે, આ કોઇપણ સરકાર માટે ચિંતાનો વિષય છે. જો કે કોંગ્રેસના સભ્ય તેનાથી સંતુષ્ટ નથી અને તેમણે વોકઆઉટ કર્યું.

દેશમાં મોબ લિંચિંગના લીધે કેટલાંય લોકોની હત્યાઓ થઇ છે અને કેટલાંય ઘાયલ પણ થયા છે. કેન્દ્રીય મંત્રીએ તેના પર ગંભીરતાપૂર્વક કહ્યું કે સરકારની તરફથી હું આવી ઘટનાઓની જોરદાર ટીક કરું છું. રાજનાથ સિંહે કહ્યું કે તમામ પાસે એ માહિતી હશે કે આ પ્રકારની ઘટનાઓ અફવાઓ અને શંકાના આધાર પર થાય છે. ફેક ન્યૂઝના લીધે પણ આ પ્રકારની ઘટનાઓ બને છે.

તેમણે કહ્યું કે આ રાજય સરકારનો વિષય છે અને તેની જવાબદારી પણ બને છે કે પ્રભાવિત રીતે તેને રોકવા માટે કામ કરે. રાજયનો વિષય હોવા છતાંય કેન્દ્ર તેના પર એકશન લે છે. ગૃહમંત્રીએ કહ્યું કે ૨૦૧૬ અને આ વર્ષે જુલાઇમાં પણ આ અંગે એડવાઇઝરી રજૂ કરાઈ હતી. સોશિયલ મીડિયા પર કારસો કસવાની વાત કરતાં તેમણે કહ્યું કે ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાઇ જાય છે, જેથી કરીને હંગામો શરૂ થઇ જાય છે.ગૃહમંત્રીએ કહ્યું કે સરકારે સોશિયલ મીડિયા સર્વિસ પ્રોવાઇડરને નિર્દેશ આપ્યો છેકે તેઓ પોતાની સિસ્ટમમાં ચેક ઉપયોગ કરે. રાજનાથે કહ્યું કે જયાં પણ મોબ લિંચિંગની ઘટનાઓ થઇ, તેમણે ત્યાંના સીએમ પાસેથી તાત્કાલિક વાત કરી છે. તેમણે સખ્ત એકશનના આદેશ પણ આપ્યા છે. જો કે રાજનાથના નિવેદન પરથી વિપક્ષી સાંસદ સંતુષ્ટ નથી અને હોબાળો કરતાં રહ્યાં. બાદમાં રાજનાથ સિંહના નિવેદનના વિરોધમાં કોંગ્રેસે લોકસભામાંથી વોકઆઉટ કર્યું.(૨૧.૩૧)

(3:51 pm IST)