Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર કૌભાંડઃ વચેટિયા જેમ્સને દુબઇથી ભારત લાવવાની તૈયારીમાં છે ઇડી

દુબઇની અદાલતમાં રજુ કરાઇ ચાર્જશીટ

નવી દિલ્હી તા.૧૯: એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ઇડી)એ બુધવારે વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલીકોપ્ટર ગોટાળામાં પુરક ચાર્જશીટ રજુ કરી હતી. ઇડીએ આ ચાર્જશીટને દુબઇની અદાલમાં જેમ્સ ક્રિસ્ટીયન માઇકલના પ્રત્યારોપણના સબુત તરીકે રજુ કરી છે.

જે આ સોદામાં વચેટીયો છે જાણવા મળ્યા મુજબ આ ચાર્જશીટમાં ૩૪ ભારતીય, અને વિદેશી નાગરીકો તથા કંપનીઓના નામ શામેલ છે. જેમ્સ જુનથી જેલમાં છે હવે ભારતીય એજન્સીઓ તેના પ્રત્યાર્પણની કોશીષ કરી રહી છે.

ભારત સરકારના સુત્રો પ્રમાણે જેમ્સને ભારત લાવવાના પ્રયત્નો ગયા વર્ષથી ચાલુ છે. આના માટે બધા જરૂરી દસ્તાવેજો રજુ કરી દેવાયા છે. ભારત સરકારના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે પ્રત્યારોપણ માટે જરૂરી કાગળો નથી અપાયા એવા સમાચારો ખોટા છે બધા કાગળો યુએઇની કોર્ટમાં અપાઇ ગયા છે જો તપાસ દરમ્યાન વધારે કાગળની જરૂર પડશે તે પણ રજુ કરાશે.

ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ અનુસાર ઇડી અને સીબીઆઇના અધિકારીઓએ દુબઇમાં જેમ્સની પુછપરછ કરી હતી. જણાવી દઇએ કે ભારત સરકારના અનુરોધ પર જેમ્સને પકડી લેવાયો હતો. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા પ્રત્યારોપણનો અનુરોધ કરાયો હતો.

બ્રીટીશ નાગરીક જેમ્સ આ સોદાના ત્રણ વચેટીયામાંથી એક છે જાણવા મળ્યું છે કે જેમ્સે આ સોદા દરમ્યાન ૧૯૯૭થી ૨૦૧૩ વચ્ચે ભારતમાં ૩૦૦ વાર આવ્યો હતો. સીબીઆઇની તપાસ શરૂ થતા જ જેમ્સ દુબઇ જતો રહ્યો હતો.

આ પહેલા ઇડીએ વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલીકોપ્ટર કૌભાંડમાં ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ અધ્યક્ષ એસપી ત્યાગી,તેના બે પિત્રાઇભાઇ, વકીલ ગૌતમ ખેતાન, બે ઇટાલીયન વચેટીયા અને ફીન મેકેનીકાની વિરૂધ્ધ પુરક ચાર્જશીટ દાખલ કરી છે. વિશેષ ન્યાયાધીશ અરવિંદ કુમારની અદાલમાં ચાર્જશીટ દાખલ થઇ છે જેના પર ૨૦ જુલાઇએ ન્યાયાધીશ વિચાર કરશે.

પબ્લીક પ્રોસીકયુટર એન કે મટ્ટા દ્વારા દાખલ કરાએલ ચાર્જશીટમાં એસપી ત્યાગી સહીત ત્યાગી બંધુઓ ખેતાન, ઇટાલીયન વચેટીયા કાર્લો ગેરોસા તથા ગ્વીડો હૈશ્કે અને ઓગસ્ટા વેસ્ટલેંડની મુળ કંપની ફીન મીકેનીકાને નામ જોગી આરોપી બનાવાયા છે. ચાર્જશીટમાં તેમના પર લગભગ ૨.૮ કરોડ યુરોના ભ્રષ્ટાચારનો આરોપ છે. તપાસ એજસીઓએ વિદેશી કંપની સહીત ભારતીય અને વિદેશી એમ ૩૪ને આરોપી બનાવ્યા છે.

ઇડીએ ચાર્જશીટમાં કહ્યું છે કે ઘણી વિદેશી કંપનીઓની મદદથી ભ્રષ્ટાચાર કરાયો છે જેમનો ઉપયોગ કમીશન રાખવા માટે મુખવટા તરીકે થયો હતો. અદાલત ૩૬૦૦ કરોડના આ કૌભાંડની સુનાવણી કરી રહી છે.

૧-૧-૨૦૧૪ના રોજ ભારતીય વાયુસેનામાં ૧૨એ ડબલ્યુ-૧૦૧ વી વી આઇપી હેલીકોપ્ટર ઉમેરવા માટે ફીન મીકેનીકાની સહયોગી બ્રીટીશ કંપની ઓગસ્ટા વેસ્ટલેન્ડ સાથે થયેલા કરારને રદ કરાયો હતો. કરારની શરતોના ઉલ્લંઘન અને કરાર મેળવવા માટે ૪૨૩ કરોડનુ કમીશન ચુકવવાના આરોપો સાથે સરકારે આ સોદો રદ કર્યો હતો.

(3:48 pm IST)