Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

હવે એર ઇન્ડિયાનું ત્યારે જ વેચાણ કરાશે જયારે ક્રૂડતેલના ભાવ અને ફોરેક્સમાં આવશે સ્થિરતા

નવી દિલ્હી ;કેન્દ્ર સરકારે હાલ એર ઇન્ડિયામાં હિસ્સો વેચવાની યોજના પડતી મૂકી છે. ઉડયન મંત્રી જયંત સિંહાએ રાજ્યસભામાં જણાવ્યું કે સરકાર હવે એર ઇન્ડિયામાં હિસ્સો વેચવાની વિચારણા ત્યારે જ હાથ ધરશે જ્યારે ક્રૂડના ભાવ અને ફોરેક્સમાં સ્થિરતા આવે. સરકાર એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે કટિબદ્ધ છે. એરલાઇનની કાર્યકારી અને નાણાકીય કામગીરીમાં છેલ્લા કેટલાક સમયથી મોટો સુધારો નોંધાયો છે.

(12:41 pm IST)