Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

અમરનાથ યાત્રા : ૨૬૧૭ શ્રદ્ધાળુની નવી ટીમ રવાના

૮૧ વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા : ખરાબ હવામાનની સ્થિતી હોવા છતાંય શ્રદ્ધાળુ ઉત્સાહિત

જમ્મુ,તા. ૧૯ : અમરનાથ યાત્રા યથાવતરીતે જારી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે વધુ ૨૬૧૭ શ્રદ્ધાળુઓની ટીમ રવાના થઇ હતી. કાશ્મીર ખીણ ંમાટે ૮૧ વાહનોમાં શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ભગવતી નગર યાત્રી નિવાસથી તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ખરાબ હવામાનની સ્થિતી હોવા છતાં શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. શ્રદ્ધાળુઓમાં ત્રાસવાદી હુમલાની કોઇ દહેશત દેખાઇ રહી નથી. સુરક્ષા વ્યવસ્થા તમામ જગ્યાએ રાખવામાં આવી છે. વિતેલા વર્ષોમાં હુમલા થઇ ચુક્યા છે જેથી આ વખતે વિશેષ સુરક્ષા રાખવામાં આવી રહી છે. દર્શન કરનાર શ્રદ્ધાળુઓનો આંકડો આ વખતે ખુબ ઉપર પહોંચી શકે છે.  ભારે ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં આગળ વધી રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ પવિત્ર અમરનાથ  ગુફામાં કુદરતીરીતે બનતા શિવલિંગના દર્શન કરી રહ્યા છે.  અમરનાથ યાત્રા શરૂ કરવામા ંઆવ્યા બાદથી હજુ સુધી ૧૯૭૦૦૦ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. આ વખતે આ આંકડો રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી શકે છે. પ્રતિકુળ સંજોગો હોવા છતાં શ્રદ્ધાળુઓના ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં કોઇ ઘટાડો થયો નથી. તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. બે લાખથી વધુ  શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે.૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. બે મહિના સુધી ચાલનાર આ યાત્રામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે.  બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતા બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે બંને જગ્યાએ ભારે વરસાદ પડશે તેવી વાત કરતા શ્રદ્ધાળુઓ સાવધાન દેખાઇ રહ્યા છે.  હાલમાં ભારે વરસાદ, ખરાબ હવામાન અને પ્રતિકુળ સંજોગોના કારણે અમરનાથ યાત્રાને વારંવાર મોકૂફ રાખવામાં આવી હતી પરંતુશ્રદ્ધાળુઓનો ઉત્સાહ અભૂતપૂર્વ છે.   અમરનાથ યાત્રા દરમિયાન જુદી જુદી ઘટનાઓમાં હજુ સુધી ૧૩ના મોત થઇ ચુક્યા છે. અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા  છે.  બે લાખથી વધુ  શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યાછે. ખરાબ હવામાન અને વરસાદની સ્થિતી પણ હાલમાં અડચણરૂપ બની હતી. થોડાક દિવસ માટે અમરનાથ યાત્રાને બંધ રાખવાની ફરજ પણ પડી હતી. જો કે હવે અમરનાથ યાત્રા સાનુકુળ રીતે આગળ વધી રહી છે.અમરનાથ યાત્રાને લઇને શ્રદ્ધાળુઓ વર્ષથી રાહ જોતા રહે છે.

(12:38 pm IST)