Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ફેસબુક દ્વારા ફેક એકાઉન્ટ બંધ કરવા સિલસિલો જારી

ફેક એકાઉન્ટ ધરાવતા લોકો સામે તવાઇ : સમાજમાં હિંસા, સેક્સ અથવા તો ત્રાસવાદી પ્રોપેગેન્ડા અથવા તો હેટ સ્પીચને રોકવા માટે ફેક એકાઉન્ટ બંધ

નવી દિલ્હી,તા. ૧૯ : દુનિયાની સૌથી મોટી સોશિયલ મિડિયા વેબસાઇટ ફેસબુકે આ વર્ષે વર્ષ ૨૦૧૮માં શરૂઆતના ત્રણ મહિનામાંજ જોરદાર કાર્યવાહી કરીને આશરે ૫૮ કરોડ ૩૦ લાખ ફેક એકાઉન્ટસને બંધ કરી દીધા છે. આ સિલસિલો જારી રહ્યો છે.  કંપનીની દલીલ છે કે તેના દ્વારા આ પગલા સમુદાયના ધારાધોરણને જાળવી રાખવા માટે ઉઠાવ્યા છે. કંપનીએ કહ્યુ છે કે સમાજમાં હિંસા, સેક્સ, અથવા તો ત્રાસવાદી પ્રોપેગેન્ડાને રોકવા તેમજ હેટ સ્પીચ પર અંકુશ મુકવા માટે આ તમામ પગલા લેવામાં આવ્યા છે. કૈમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીક મામલા બાદ વિવાદોમાં આવેલી ફેસબુક કંપનીએ પણ હવે તેની ભાવિ યોજનાઓને ખુબ સાવધાનીપૂર્વક આગળ વધારી દેવાનો નિર્ણય કર્યો છે. ફેસબુકે કહ્યુ છે કે તેના દ્વારા દરરોજ ખુલનાર લાખો ફેક એકાઉન્ટને બંધ કરવા માટે અને તેના પર અંકુશ મુકવા માટે તમામ પ્રયાસો શરૂ કર્યા છે. જો કે કંપનીએ કહ્યુ છે કે એટલા મોટા પગલા લેવામાં આવ્યા બાદ પણ તમામ એક્ટિવ એકાઉન્ટસ પૈકી ૩-૪ ટકા એકાઉન્ટ પ્રોફાઇલ ફેક છે. ફેસબુકે દાવો કર્યો છે કે તે આશરે ૧૦૦ ટકા સુધી સ્પેમની ઓળખ કરી શકે છે. છેલ્લા ત્રણ મહિનાના ગાળામા ંજ ૮૩૭ મિલિયન યુઝર્સ  પોસ્ટ ડિલિટ કરી દીધા છે. આ ગાળા દરમિયાન ફેસબુકે પોતાના યુઝર્સની ત્રણ કરોડની એવી પોસ્ટ પર વોર્નિંગ જારી કરી છે જેમાં સેક્સ, હિંસા, ત્રાસવાદ અને હેટ સ્પીચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફેસબુકે દાવો કર્યો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મારફતે એવા પોસ્ટની ઓળખ કરવામાં આવી રહી છે. વાધાજનક પોસ્ટ પર હવે નજર રાખવામાં આવી રહી છે.સોશિયલ મિડિયાની બોલબાલા દેખાઇ રહી છે.

(12:36 pm IST)