Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

જયુપિટરના ૧૦ નવા ચંદ્ર મળ્યા, કુલ સંખ્યા થી ૭૯ની

નવીદિલ્હી તા. ૧૯: ખગોળશાસ્ત્રીઓએ સુર્યમંડળના સૌથી મોટા ગ્રહ જયુપિટરના ૧૦ નવા ચંદ્રની શોધ કરી છે. આમ આ સૌથી મોટા ગ્રહના કુલ ચંદ્રમાની સંખ્યા ૭૯ની થઇ છે. જયુપિટર બાદ બીજા નંબરે શનિ ગ્રહ વધુ એટલે કે ૬૧ ચંદ્રમાં ધરાવે છે.

ખગોળશાસ્ત્રીઓની એક ટીમ સોલર સિસ્ટમના બહારી હિસ્સામાં ખગોળીય પિંડની શોધ કરી રહી હતી ત્યારે તેમને નવા ચંદ્રમા દેખાયા હતા. તેમને કુલ એક ડઝન નાના ચંદ્ર મળ્યા હતા એમાંથી ૧૦ નવા ચંદ્રમાની પુષ્ટિ મંગળવારે કરવામાં કરવામાં આવી હતી, જયારે બે ચંદ્રમાની પુષ્ટિ પહેલાંજ કરવામાં આવી હતી.

આમાંના એક ચંદ્રની ઓર્બિટ એટલે કે ભ્રમણકક્ષા અસામાન્ય હોવાથી એના માટે ખગોળશાસ્ત્રીઓએ 'વિચિત્ર ગોળા' શબ્દનો પ્રયોગ કર્યો છે.

વૈજ્ઞાનિકો જણાવે છે કે આકારમાં ઘણા નાના હોવાથી આ ચંદ્રમા પહેલા નહોતા દેખાયા. જયુપિટરના આ ચંદ્રમાની શોધ અને પુષ્ટિ માટે ચિલી, હવાઇ અને એરિઝોનનાં દૂરબીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

(12:33 pm IST)