Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

પત્નીના પ્રાઇવેટ પાર્ટમાં વીજળીનો કરંટ આપી મોત નિપજાવ્યું: પરપુરુષ સાથેના સંબંધની શંકા: છત્તીસગઢના જવાને આચર્યું હેવાનિયત ભર્યું કૃત્ય

રાયપુર:  છત્તીસગઢ આર્મ્ડ ફોર્સના જવાન સુરેશ મીરીએ પત્ની ઉપરના ચારિત્ર્યની શંકાને કારણે હેવાનિયત ભર્યું કૃત્ય આચર્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. પર  પુરુષ સાથેના આડા સંબંધોની શંકાને કારણે પતિ પત્ની વચ્ચે આગલા દિવસે બોલાચાલી થઇ હતી જે બાબતનો ખાર રાખી પતિએ બુધવારે બપોરે ઘેર આવી પત્નીને ઢોર માર માર્યો હતો.તેથી તે બેભાન થઇ ગઈ હતી.બાદમાં તેના પ્રાઇવેટ પાર્ટમાં વાયર નાખીકરંટ  આપતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું.સુરેશએ હત્યા કર્યાની કબૂલાત કરી લીધી છે.

(12:05 pm IST)