Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

આલેલે ! સેન્સેકસ આસમાને છતાં ઘટી રહ્યો છે શેરના ભાવ : બજારને ખેલાડી-સટોડિયા ચલાવે છે

ફાયદો અમુક કંપનીઓને જ : બે-તૃત્યાંશથી વધુ કંપનીઓના શેર માઇનસમાં : ૭૦ ટકા કંપનીઓના શેર હજુ તળીયે : નીફટીના પ૦માંથી ૩૧ કંપનીઓના શેર નુકસાનીમાં

નવી દિલ્હી, તા. ૧૯ : આજકાલ શેર બજારમાં અજબ ગજબ ચાલી રહ્યું છે. એક તરફ સેન્સેકસ રોજ પોતાનો નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. જયારે બીજી તરફ બે તૃતિયાંશ કંપનીના શેરોના ભાવ ઘટી ગયા છે. સેન્સેકસ વધે અને શેરના ભાવ ઘટે છે તેનાથી સ્પષ્ટ દેખાય છે કે બજારને ગણ્યા ગાંઠયા ખેલાડી અને સટોડીયાઓ ચલાવી રહ્યા છે અને તેનો ફાયદો થોડીક કંપનીઓને જ થઇ રહ્યો છે.

બુધવારે નીફટીએ ૧૧રપ૦ના લેવલે પહોંચીને રેકોર્ડ બનાવ્યો હતો, પણ સચ્ચાઇ એ છે કે જાન્યુઆરીથી જુલાઇ વચ્ચે ગણીગાંઠી કંપનીઓને બાદ કરતા ૭૦ ટકા કંપનીના શેર નુકસાનીમાં છે. ઇન્ફોસીસ જેવી કેટલીક કંપનીઓને બાદ કરતા બીજી કંપનીઓના શેરોમાં નફો નથી મળ્યો. નીફટીની પ૦માંથી ૩૧ કંપનીઓ નુકસાનીમાં ટ્રેડીંગ કરી રહી છે છતાં પણ નીફટી નવા રેકોર્ડ બનાવી રહી છે. શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે સટોડીયાઓએ એવા શેરો લઇ લીધા છે જે પ્રજા પાસે નથી, શેર બ્રોકરોને મજબૂરીમાં શેર વેચવા પડે છે. શેર બજારના એકસપર્ટ રાજીવ તુલસ્થાને જણાવ્યું કે બજારને ઘરેલુ રોકાણ નિયંત્રીત કરી રહ્યું છે.

આ નિર્ણયો ભારે પડયા

(૧) મ્યુચ્યલ ફંડનું વર્ગીકરણ કરાયું, સ્મોલકેપ, મીડકેપ અને લાર્જકેપમાં વહેચી દેવાયા જેના લીધે સ્મોલકેપ અને મીડકેપ શેરમાં બહુ નુકસાન થયું.

(ર) એએસએમના નામે નિયમો બદલાયા જેના લીધે નાના અને સામાન્ય રોકાણકારને ભોગવવાનો વારો આવ્યો.

(૩) ફયુચર ઓપ્શનમાં કેશ સેટલમેન્ટ થતું હતું, હવે ફયુચરના પ૦૦માંથી ૪૯ શેરોને ડીલીવરીમાં રખાયા છે. ડીલીવરી આવવાના છેલ્લા દિવસે રોકાણકારો જેવા તેવા ભાવે વેચી નાખે છે. (૮.૪)

(11:41 am IST)