Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

અવિશ્વાસ પ્રસ્તાવ : વિપક્ષને તક આપી મોદીએ ખેલ્યો છે મોટો ખેલ : લેવાશે સાણસામાં : થશે પ્રહાર

સુષ્મા - રાજનાથ બોલશે : પાસવાન અને અનુપ્રિયા દલિતો - પછાતો વિશે વાત કરશેઃ પીએમ મોદી અંતમાં દેશે પ્રવચન

નવી દિલ્હી તા. ૧૯ : લોકસભામાં ૫૩૫માંથી એનડીએની પાસે ૩૧૨ સાંસદ હોવાથી મોદી સરકારને અવિશ્વાસ પ્રસ્તાવનો મુદ્દો ઉકેલવાને લઇ કોઇ ચિંતા નથી. સરકારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દ્વારા છેલ્લાં ચાર વર્ષમાં પોતાની ઉપલ્બિધઓની માહિતી સંભવિત મતદાતાઓ સુધી પહોંચવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેની સાથે જ તેઓ ઘણાબધા રાજકીય મુદ્દાઓ પર વિપક્ષને ઘેરશે.

ભાજપના સૂત્રોએ કહ્યું કે સરકાર પોતાના પ્રભાવશાળી વકતાઓને વિપક્ષ પર પ્રહારો કરવા માટે ઉતારશે. વકતાઓના નામ હજુ સુધી નક્કી કરાયા નથી. સરકાર કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિંહ અને સુષ્મા સ્વરાજની સાથે જ રવિશંકર પ્રસાદને ભાજપના વિરોધીઓનો મુકાબલો કરવા માટે તૈનાત કરી શકે છે. લોક જનશકિત પાર્ટીના નેતા રામવિલાસ પાસવાન દલિત મુદ્દાઓ પર સરકારનો પક્ષ મૂકી શકે છે, જયારે અપના દળના નેતા અનુપ્રિયા પટેલ પછાત વર્ગના અધિકારો પર સરકારની તરફથી માહિતી આપશે.

ચર્ચાના અંતિમ તબક્કા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જોરદાર ભાષણ આપવાની વિશેષતાનું પ્રદર્શન થશે. મોદી તેમાં ટ્રિપલ તલાક, ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવા માટે સરકારની કોશિષો, કોંગ્રેસને નિશાન બનાવું અને ભાજપની વિરૂદ્ઘ વિપક્ષ એકજૂથ થવા જેવા મુદ્દાઓને સામેલ કરી શકે છે.

ભાજપે ગૃહમાં પોતાના નેતાઓની મીટિંગ કરી તેમને સહયોગીઓ અને સમાન વિચારધારા વાળા પક્ષોની સાથે વાતચીત કરવાનો નિર્દેશ આપ્યો છે. પાર્ટીને વિશ્વાસ છેકે તેના માટે છેલ્લાં કેટલાંક સમયથી મુશ્કેલીઓ ઉભી કરી રહેલા ૧૮ સાંસદો વાળા સહયોગી દળ શિવસેનાની સાથે ટીઆરએસ (૧૧ સાંસદ) અને આઆઇએડીએમકે (૩૭ સાંસદ) તેના પક્ષમાં વોટ આપશે. ટીઆરએસ એ કોંગ્રેસની સાથે નહીં જોડાવાના સંકેત આપ્યા છે. ૨૦ સાંસદોવાળી બીજેડી એ પણ કોંગ્રેસથી પોતાનું અંતર યથાવત રાખી શકે છે. એઆઇએડીએમકેનું ભાજપને લઇ નરમ વલણ છે કારણ કે પાર્ટીએ તેમને ડેપ્યુટી સ્પીકરનું પદ આપ્યું હતું.

ટીડીપી બહીર નીકળ્યા બાદ એનડીએમાંથી ૧૬ સાંસદ ઘટી ગયા હતા. જેડી (યુ)ના એનડીએમાં સામેલ થવાથી માત્ર બે સાંસદ આવ્યા છે. ભાજપને પીએમકે (૧ સાંસદ), સ્વાભિમાન પક્ષ (૧ સાંસદ), ૩ નિર્દલીય સાંસદો અને બે અંગ્લો ઇન્ડિયનના સાંસદોનું સમર્થન મળવાની પણ આશા છે.

હવે જોવાનું એ રહેશે કે આખો વિપક્ષ પ્રસ્તાવ પર વોટ આપે છે કે વોક આઉટ કરી શકે છે. ભાજપના એક સાંસદે કહ્યું કે ચર્ચાથી વિપક્ષને પણ નીરવ મોદી અને બેન્કિંગ સ્કેમ, અર્થતંત્રની સ્થિતિ અને ભીડની તરફથી માર મારવાની ઘટનાઓ જેવા મુદ્દા પર પોતાનો ગુસ્સો ઠાલવવાની તક મળશે, પરંતુ તેનાથી અમને સત્રનો બાકી હિસ્સો સરળતાથી ચલાવામાં મદદ મળશે.(૨૧.૧૧)

(11:40 am IST)