Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

એશિયામાં ભારત સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્રઃ એડીબી

ચાલુ વર્ષે ભારતનો વિકાસ દર ૭.૩ ટકા રહેશેઃ આવતા વર્ષે વધીને ૭.૬ ટકા થશે

નવી દિલ્હી, તા. ૧૯ :. અનેક નવા ટ્રેડ ટેન્શન હોવા છતા ભારત એશિયામાં સૌથી ઝડપી આર્થિક વિકાસ કરતો દેશ બની રહેશે એવુ એશિયન ડેવલપમેન્ટ બેન્કે જણાવ્યુ છે. બેન્કે જણાવ્યુ છે કે ચાલુ વર્ષે ભારતનો વિકાસ દર ૭.૩ ટકા રહેશે જ્યારે આવતા નાણાકીય વર્ષમાં તે વધીને ૭.૬ ટકા થશે.

એડીબીએ એપ્રિલમાં બહાર પાડેલા આઉટલુકમાં જણાવ્યુ છે કે ભારતના નેતૃત્વ હેઠળ દક્ષિણ એશિયા સૌથી ઝડપથી ઉભરતુ અર્થતંત્ર બની જશે. એશિયા અને પેસિફિક ડેવલપીંગ ઈકોનોમિ ૨૦૧૮-૧૯માં સોલીડ રહેશે. બેન્કે જણાવ્યુ છે કે, ભારતનો આર્થિક વિકાસનો દર ચાલુ નાણાકીય વર્ષે ૭.૩ ટકા રહેશે. જે આવતા વર્ષે ૭.૬ ટકા થશે. જીએસટી અને બેન્કીંગ સુધારાના કારણે ભારતના વિકાસમાં ફાયદો થશે.

જો કે એડીબીએ જણાવ્યુ છે કે, ટ્રેડ ટેન્શન વધી રહ્યુ છે જે ચિંતાની બાબત છે.(૨-૬)

(11:37 am IST)